Homeગુજરાતીબેયર ગ્રિલ્સના શો Into The Wild માં હવે આ એક્ટર જોવા મળશે

બેયર ગ્રિલ્સના શો Into The Wild માં હવે આ એક્ટર જોવા મળશે

  • બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે વિક્કી કૌશલ
  • અભિનેતાએ શો નું પોસ્ટર શેર કરી પ્રીમિયર વિશે કહ્યું
  • 12 નવેમ્બરે ડિસ્કવરી પ્લસ ઇન પર પ્રીમિયર થશે એપિસોડ

મુંબઈ :બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર વિક્કી કૌશલને તમે અત્યાર સુધી ફિલ્મોમાં સ્ટંટ કરતા જોયા જ હશે. પરંતુ હવે વિક્કી રિયલ લાઈફમાં કમાલ દેખાડવા માટે તૈયાર છે. વાસ્તવમાં, વિક્કી બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે.

વિક્કી બેયર ગ્રિલ્સના શો ઇન ટુ ધ વાઇલ્ડમાં જોવા મળશે. શોનું પોસ્ટર શેર કરતાં વિક્કીએ લખ્યું,લાઈફટાઇમનું એક એડવેન્ચર તે પણ અને કોઈ સાથે નહીં પરંતુ સર્વાઇવલ એક્સપર્ટ બેયર ગ્રિલ્સ સાથે. તો,ચાલો જોઈએ કે તેઓએ મારા માટે શું આયોજન કર્યું છે.

ઇન ટુ ધ વાઇલ્ડના વિક્કી કૌશલ સ્પેશિયલ એપિસોડ 12 નવેમ્બરે ડિસ્કવરી પ્લસ ઇન પર પ્રીમિયર થશે. વિક્કી અને બેયરને એકસાથે જોઈને ફૈસ ખૂબ જ ઉત્સાહિત છે.

વિક્કી છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ઘણા ચર્ચામાં છે. સમાચાર આવી રહ્યા છે કે, વિક્કી અને કેટરીના જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, આ અહેવાલો પર બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વિક્કીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે સૈમ બહાદુર, ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં જોવા મળશે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular