1. Home
  2. ગુજરાતી
  3. આ અભિનેતા ભજવશે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા,ફર્સ્ટ લૂક કર્યો શેર
આ અભિનેતા ભજવશે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા,ફર્સ્ટ લૂક કર્યો શેર

આ અભિનેતા ભજવશે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા,ફર્સ્ટ લૂક કર્યો શેર

0
Social Share

મુંબઈ:અનુપમ ખેર બોલિવૂડના શક્તિશાળી અભિનેતાઓમાંના એક છે. અનુપમે આજ સુધી પોતાની ફિલ્મી કરિયરમાં બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અનુપમ ખેર એક એવા અભિનેતા છે જેમણે મોટા પડદા પર વિવિધ પાત્રો ભજવ્યા છે. અભિનેતાએ તેની ઉંમરના દરેક તબક્કે સકારાત્મકથી નકારાત્મક સુધીની ભૂમિકાઓ ભજવી છે, અને દરેક પાત્ર માટે પ્રશંસા જીતી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં અનુપમની ભૂમિકા સાબિત કરે છે કે કલાકારો પ્રયોગ કરવામાં શરમાતા નથી.

અભિનેતા ફરી એક વખત પોતાની અભિનય શક્તિને સાબિત કરવા માટે એક નવા પાત્રમાં જોવા મળવાના છે,જી હા અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી કે તે હવે મહાન કવિ અને દાર્શનિક રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

અભિનેતા આ ભૂમિકા માટે ખૂબ આભારી છે. માહિતી શેર કરતાં અનુપમે રવીન્દ્રનાથ ટાગોરના લૂકમાં એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, “મારું સૌભાગ્ય છે કે મને સ્ક્રીન પર ગુરુદેવનું ચિત્રણ કરવાનો લહાવો મળ્યો છે! આ ફિલ્મની વધુ વિગતો ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશું!”

આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં અનુપમ રવીન્દ્રનાથ ટાગોરના આઉટફિટ જેવો જ આઉટફિટ પહેરેલા જોવા મળે છે. લાંબી દાઢી અને સફેદ વાળ ધરાવતા અભિનેતા જમીન તરફ જોઈ રહ્યા છે અને કંઈક વિચારી રહ્યા હોય તેવું લાગે છે.

આટલું જ નહીં, અનુપમ ખેર ‘ધ વેક્સીન વોર’, ‘ઇમરજન્સી’ જેવા બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code