1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં લાગેલી ભીષણ આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવાઈ
અમદાવાદના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં લાગેલી ભીષણ આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવાઈ

અમદાવાદના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં લાગેલી ભીષણ આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવાઈ

0
Social Share

અમદાવાદઃ શહેરના રાયપુર વિસ્તારમાં  બિગ બજાર પાસે આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં વહેલી સવારે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.  ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયરબ્રિગેડનો કાફલો 10 જેટલી ગાડીઓ સાથે દોડી ગયો હતો. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધા હતા. દરમિયાન સહયોગ મિલ કમ્પાઉન્ડના વોચમેને જણાવ્યું હતું કે, આગ સમયે મિલ કમ્પાઉન્ડના ઓફિસની ઇમારતમાં મિલના કોર્ટ કેસના જરૂરી પેપર, હિસાબના રજિસ્ટર, પગાર બુક, એન્ટ્રી બુક જેવા ઓફિસને લગતા રજીસ્ટર મુકેલા હતા. મિલની જગ્યાનો કેસ હાલ કોર્ટમાં ચાલે છે તેમજ મેટર પેન્ડિંગ છે. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

શહેરમાં આગ લાગવાની ઘટનાઓ વધતી જાય છે. બે દિવસ પહેલા પણ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. ગુજરાત કોલેજ પાસે આવેલી વોલ સ્ટ્રીટ-2 નામની બિલ્ડિંગમાં બી વિંગના ચોથા માળે ઓફીસ નંબર 405 અને પાંચમા માળે 505માં મેડિસ્ક્રાઈબ ઈન્ફોટેક એલ.એલ.પી.ની ઓફીસમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક કલાકની અંદર ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ અને ટોરેન્ટ પાવર સ્ટાફને જાણ કરવામાં આવી હતી.જ્યારે સાંજના સમયે SVP હોસ્પિટલમાં ચોથા માળે આવેલા ICUના એસીના ડકમાં કચરામાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code