વડોદરા, 15 ઓક્ટોબર, 2026 : Vadodara Railway Division will run 5 special trains for Diwali and Chhath Puja દિવાળીના પર્વને એક મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે. તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાં છઠ્ઠ પૂજાનું વિશેષ મહાત્મ્ય હોવાથી ગુજરાતમાં વસતા પરપ્રાંતના લોકો છઠ્ઠ પૂજા માટે પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે દિવાળી અને છઠ્ઠ પૂજાના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે વડોદરા ડિવિઝન દ્વારા 5 સ્પેશિયલ ટ્રેન દોડાવાવામાં આવશે. આ ટ્રેનો વડોદરા અને પ્રતાપનગરથી ગોરખપુર, મઉ, લાલકુઆં, ચર્બપલ્લી અને કોલકાતા જવા માટે દોડશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા પર ટ્રેનો ચલાવવમાં આવશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના કહેવા મુજબ ટ્રેન નંબર 09111 વડોદરા–ગોરખપુર સ્પેશિયલ દરેક સોમવારે વડોદરાથી 19:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23:30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 23 નવેમ્બર, 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09112 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ દરેક બુધવારે ગોરખપુરથી 05:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:35 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 25 નવેમ્બર, 2026 સુધી ચાલશે.
આ ઉપરાતં ટ્રેન નંબર 09195/09196 પ્રતાપનગર – મઊ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર શનિવારે 16:00 કલાકે વડોદરાના પ્રતાપનગરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 18:00 કલાકે મઊ પહોંચશે. આ ટ્રેન 28 નવેમ્બર, 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09196 મઊ – પ્રતાપનગર સુપરફાસ્ટ સ્પેશિયલ મઊથી દરેક રવિવારે 23.25 કલાકે પ્રસ્થાન કરશે અને મંગળવારે 03:15 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર, 2026 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09119 પ્રતાપનગર – લાલકુઆં સ્પેશિયલ ટ્રેન વડોદરાનાપ્રતાપનગરથી દર રવિવારે સાંજે 17:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 12:45 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 09120 લાલકુઆં – પ્રતાપનગર સ્પેશિયલ સોમવારે લાલકુઆંથી બપોરે 15:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11:30 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 30 નવેમ્બર, 2026 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા જંક્શન, ગંગાપુર સિટી, ભરતપુર જંક્શન, મથુરા જંક્શન, હાથરસ સિટી, કાસગંજ જંક્શન, બદૌન, બરેલી જંક્શન, બરેલી સિટી, ઇજ્જત નગર, બહેડી અને કિચ્છા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ અને દ્વિતીય 8ણીના સામાન્ય કોચ હશે.
આ સિવાય ટ્રેન નંબર 07088 પ્રતાપનગર – ચર્લપલ્લી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ, રવિવારે પ્રતાપનગરથી 19:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20:30 કલાકે ચર્લપલ્લી પહોંચશે. આ ટ્રેન 11 ઓક્ટોબર 2026 से 25 ઓક્ટોબર 2026 અને 1,8,15,29 નવેમ્બર 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 07087 ચર્લપલ્લી – પ્રતાપનગર ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ, શનિવારે ચર્લપલ્લીથી સાંજે 16:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 17:50 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 10 ઓક્ટોબર 2026 થી 31 ઓક્ટોબર 2026 અને 7,14,28 નવેમ્બર 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ભરૂચ, સૂરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈરોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌંડ, સોલાપુર, વાડી, સેદમ, તાંદુર, વિકારાબાદ, લિંગમપલ્લી, બેગમપેટ અને સિકંદરાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 03110 પ્રતાપનગર – કોલકાતા સ્પેશિયલ દર ગુરૂવારે પ્રતાપનગરથી 16:15 કલાકે પ્રસ્થાન કરશે અને શનિવારે 12:05 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 03109 કોલકાતા – પ્રતાપનગર સ્પેશિયલ દરેક મંગળવારે કોલકાતાથી 08:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23:40 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબરથી 24 નવેમ્બર, 2026 સુધી ચાલશે.


