Homeગુજરાતીગુજરાતગુજરાત યુનિના પૂર્વ VC નિરજા ગુપ્તા દ્વારા જ્વેલરી, કપડાની ખરીદી મામલે...

ગુજરાત યુનિના પૂર્વ VC નિરજા ગુપ્તા દ્વારા જ્વેલરી, કપડાની ખરીદી મામલે વિવાદ

અમદાવાદ, 15 ઓક્ટોબર, 2026 :  Former VC Neerja Gupta creates controversy over purchase of jewellery, clothes ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નિરજા ગુપ્તાના એક પછી એક કથિત કૌભાંડ પ્રકાશમાં આવી રહ્યા છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના સત્તાકાળ દરમિયાન લિપસ્ટિક અને અંગત સામાન ખરીદ્યા બાદ સોના-ચાંદીના દાગીના અને મોંઘી બાંધણીઓની ખરીદી કરીને યુનિવર્સિટીમાં બિલો મુકીને મંજુર કરાવ્યા હતા. આ મામલે વિવાદ ઊભો થતાં હવે પૂર્વ કુલપતિ નિરજાના કૌભાંડની નિવૃત જજ દ્વારા તપાસ કરાવાશે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નિરજા ગુપ્તાએ સત્તાકાળ દરમિયાન  યુનિવર્સિટીમાં અધિકારીઓની ખોટી રીતે ભરતી, સરકારી ગ્રાન્ટના પોણા દસ લાખ રૂપિયા દીકરાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા,  સરકારી ખર્ચે દુબઈ-અમેરિકામાંથી લિપસ્ટિક અને મોંઘા કપડાંની ખરીદી,  સરકારની મંજુરી વિના યુનિના ખર્ચે વિદેશ પ્રવાસ, પોતાના 1000પુસ્તકોને ખરીદવાનો ઓર્ડર,  તેમજ યુનિવર્સિટીના ખર્ચે સોનુ ચાંદી અને બાંધણીઓ ખરીદી કરાતા વિવાદ ઊભો થયો છે.

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિના ખર્ચે પહેલાં લિપસ્ટિક અને અંગત સામાન ખરીદ્યા બાદ સોના-ચાંદી અને મોંઘી બાંધણીઓની ખરીદી કરી હતી. પોતાના કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ નીરજાએ 6000 હજારનું બ્લાઉઝ, 11000ની કુર્તી સહિત રૂ. 59,350ની ખરીદી કરી તેમજ રૂ. 3,19,597નું સોના-ચાંદી ખરીદ્યું હતું. એપ્રિલ 2025માં ચેન્નાઈના પ્રવાસ દરમિયાન પણ સોનું ખરીદીને યુનિવર્સિટીમાં બિલ મૂક્યા હતા. જેમાં કોઈને આ ખરીદીઓ સામે શંકા ન જાય તે માટે નીરજા ગુપ્તાએ જે વિભાગ પર પોતાનો સીધો કંટ્રોલ હતો તેવા ‘સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ’ (SAP) હેઠળ આ તમામ અંગત ખર્ચના બિલ પાસ કરાવી લીધા હતા. આ તમામ ચોંકાવનારા પુરાવાઓને ધ્યાને રાખીને હવે નિવૃત્ત જજ તપાસ કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular