1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સાથે મુલાકાત કરી

0
Social Share

નવી દિલ્હી, 09 જુલાઈ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ, માનનીય શ્રીમતી સેમ મોસ્ટિન AC સાથે મુલાકાત કરી હતી.

બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વધતા અવકાશ અને વિવિધતા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિસ્તરતી આર્થિક ભાગીદારીનું સ્વાગત કર્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે વેપાર, રોકાણ, શિક્ષણ અને નવીનતાના ક્ષેત્રોમાં વધતા સંબંધો નવી તકો ઊભી કરશે અને બંને દેશોના લોકોને નોંધપાત્ર લાભો પહોંચાડશે. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વધતા રમતગમત સંબંધો પર પણ સંતોષ વ્યક્ત કર્યો અને ભારત દ્વારા આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત 2032 ઓલિમ્પિકની તૈયારીઓમાં વધુ સહયોગ માટે હાકલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને દેશોના લોકો વચ્ચેના જીવંત સંબંધો જ તેનો મજબૂત પાયો છે. પ્રધાનમંત્રીએ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને આગળ વધારવામાં ગવર્નર-જનરલ મોસ્ટિનના સતત સમર્થનની પ્રશંસા કરી હતી.

વધુ વાંચો: ન્યૂઝીલેન્ડે વડાપ્રધાન મોદીના આગમન પહેલાં મોટી જાહેરાત કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code