1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા યુક્રેનને 2.5 અબજ ડોલરની સૈન્ય સહાય આપશે,નવા પેકેજમાં સેંકડો સશસ્ત્ર વાહનોનો પણ સમાવેશ
અમેરિકા યુક્રેનને 2.5 અબજ ડોલરની સૈન્ય સહાય આપશે,નવા પેકેજમાં સેંકડો સશસ્ત્ર વાહનોનો પણ સમાવેશ

અમેરિકા યુક્રેનને 2.5 અબજ ડોલરની સૈન્ય સહાય આપશે,નવા પેકેજમાં સેંકડો સશસ્ત્ર વાહનોનો પણ સમાવેશ

0
Social Share

દિલ્હી:યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે યુક્રેન માટે લશ્કરી સહાયના નવા પેકેજની જાહેરાત કરી હતી. અમેરિકાએ આ નવા પેકેજમાં 2.5 બિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે.માહિતી અનુસાર, તેમાં સેંકડો બખ્તરબંધ વાહનો અને યુક્રેનના હવાઈ સંરક્ષણ માટે સપોર્ટનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે થોડા અઠવાડિયા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા હતા, જેમાં અમેરિકાએ મદદની ખાતરી આપી હતી.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે આ નવીનતમ સહાયમાં 59 બ્રેડલી ફાઈટિંગ વ્હિકલ અને 90 સ્ટ્રાઈકર આર્મર્ડ પર્સનલ કેરિયર્સ સામેલ છે.આ પહેલા પણ અમેરિકા યુક્રેનની મદદ કરતું આવ્યું છે.યુક્રેનને મળતી વૈશ્વિક મદદમાં અમેરિકા અને બ્રિટન સતત મદદ કરી રહ્યા છે.યુક્રેનને મળેલું આ નવું પેકેજ યુદ્ધમાં ઘણી મદદ કરશે.

સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે,નવીનતમ સહાયમાં હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (HIMARS), આઠ એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમ્સ, હજારો આર્ટિલરી રાઉન્ડ અને લગભગ 2,000 એન્ટી-આર્મર રોકેટનો સમાવેશ થાય છે.ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાના આક્રમણ પછી, યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેનને કુલ 27.4 બિલિયન ડોલરથી વધુની સુરક્ષા સહાયતા આપી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code