1. Home
  2. ગુજરાતી
  3. કેરળમાં આવેલો છે દરિયા પર તરતો પુલ, જો ફરવા જવું હોય તો જાણીલો આ તેના વિશેની કેટલીક ખાસ વાતો
કેરળમાં આવેલો છે દરિયા પર તરતો પુલ, જો ફરવા જવું હોય તો જાણીલો આ તેના વિશેની કેટલીક ખાસ વાતો

કેરળમાં આવેલો છે દરિયા પર તરતો પુલ, જો ફરવા જવું હોય તો જાણીલો આ તેના વિશેની કેટલીક ખાસ વાતો

0
Social Share
  • કેરળનો તરતો પુલ આકર્ષણનું કેન્દ્ર
  • જાણો તેની ખાસિયતો

ઘણીવાર તમે સોશિયલ મીડિયા અથવા ટીવી પર વિદેશી દેશોની અદભૂત બાંધકામ શૈલીથી આકર્ષિત થાઓ છો અને આવા સ્થળની મુલાકાત લેવા માંગો છો. વિદેશમાં પહાડો પર બનેલા પારદર્શક પુલ, તરતા પુલ વગેરેના ફોટો પ્રવાસીઓને આકર્ષે છે. જો કે ભારત પણ આવા સ્થળો આવેલા છે

તાજેતરમાં જ કેરળના કોઝિકોડમાં આવો જ એક નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં બેપોટ બીચ પર તરતો પુલ બનાવામાં આવ્યો છે. આ પુલ પર પ્રવાસીઓ માટે આકર્ષમનું કેન્દ્ર બન્યો છે. આ પુલ પાણીના પ્રવાહ પ્રમાણે પોતાની જાતને ઢાળે છે અને પ્રવાસીઓને મોજાનો અહેસાસ કરાવે છે. જો તમે દરિયામાં તરતા પુલની મજા માણવા માંગતા હોવ તો જાણો કેરળના આ નવા બનેલા પુલની શાકિયતો 

કેરળમાં આવ્લો છે આ તરતો પૂલ

 કેરળના કોઝિકોડ જિલ્લામાં બેપોટ બીચ પર સમુદ્ર પર પુલ બનાવવામાં આવ્યો છે. સમુદ્ર પરનો પુલ પવનના મોજાની સાથે સાથે હલતો જાય છે. જ્યારે પાણીના મોજા આગળ વધે છે ત્યારે પુલ પવન સાથે ઝૂલવા લાગે છે. આ તરતો પુલ લગભગ 100 મીટર લાંબો છે. આ પુલ સુધી પહોંચવા માટે મુસાફરોએ પહેલા લાઈફ જેકેટ પહેરવા પડે છે. સુરક્ષાના કારણોસર તેમને લાઈફ જેકેટ પહેર્યા પછી જ તેના પર ચઢવાની મંજૂરી આપવામાં આવે છે.

દરિયા પર તરતા આ પુલની ક્ષમતા વિશે વાત કરીએ તો આ પુલ પર એક સાથે 500 લોકો જઈ શકે છે. પરંતુ હાલમાં લાઇફ જેકેટ પહેરીને બ્રિજ પર માત્ર 50 લોકોને જ જવા દેવામાં આવે છે.

જો તમે ફ્લોટિંગ બ્રિજની મુલાકાત લેવા માંગતા હો, તો તમે કોઈપણ દિવસે સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી જઈ શકો છો. તે 15 મીટર પહોળું છે, જેની આસપાસ ફરતા પ્રવાસીઓને લાગે છે કે તેઓ પાણી પર ચાલી રહ્યા છે.

 આ બ્રિજની ખાસિયત વિશે વાત કરીએ તો આ બ્રિજ 100 મીટર લાંબો છે, જેને હાઈ ડેન્સિટી પોલિઇથિલિન  બ્લોકથી બનાવવામાં આવ્યો છે. સમુદ્રની વચ્ચે બનેલા આ પુલ માટે 7 કિલો વજનના 1300 HDPE બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇંટો હોલો છે, જે સરળતાથી પાણી પર તરી શકે છે. તેથી, તેને જરૂરિયાત મુજબ આસપાસ લઈ જઈ શકાય છે. ત્રણ મીટર પહોળો પુલ આખરે 15 મીટર પહોળો બની જાય છે, જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ નજારો જોવા મળે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code