1. Home
  2. ગુજરાતી
  3. સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ આ રીતે સ્માર્ટફોનને રાખો સુરક્ષિત
સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ આ રીતે સ્માર્ટફોનને રાખો સુરક્ષિત

સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ આ રીતે સ્માર્ટફોનને રાખો સુરક્ષિત

0
Social Share

દિલ્હીઃ આજના આધુનિક મોટાભાગના લોકો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પોતાની મંજૂરી વિના કોઈ ફોન ઓપન ન કરી શકે તે માટે સિક્યુરિટી કોડ લગાવે છે. પરંતુ કેટલીક વખત સિક્યુરિટી કોડ ભૂલી જવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ ફોનને સુરક્ષિત રાખી શકાય છે. એટલું જ નહીં અનલોક થયા પણ બીજી વ્યક્તિ આપના ફોનનો ઉપયોગ કરી શકતી નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પિન સ્ક્રીન અથવા સ્ક્રીન પિનિંગ દ્વારા કોઈપણ એપ્લિકેશનને લોક અથવા પિન કરી શકાય છે, તે પછી તે એપ્લિકેશન સિવાય અન્ય કોઈ એપ્લિકેશન ફોનમાં ખોલશે નહીં, જો તમે ટ્વિટરને તમારા ફોનમાં એક્સેસ આપી છે, તો પછી તેને પિન સ્ક્રીન અથવા સ્ક્રીન પિનિંગથી લોક કરો અથવા પિન કરો. તમે જેને ફોન આપ્યો છે તે તમારા ફોન પર ટ્વિટર સિવાય અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે નહીં. આ સુવિધાનો ઉપયોગ કરવો ખુબ સરળ છે. ફોનના સેટિગ્સમાં જઈને સુરક્ષા અને લોક સ્ક્રીનનો વિકલ્પને પસંદ કરવો જોઈએ. જે બાદ ગોપનીયતાને લગતા અન્ય વિકલ્પો આપના ફોનમાં જોવા મળશે. નીચે આપને પિન સ્ક્રીન અથવા સ્ક્રીન પિનિંગ નામનો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પ ઉપર ટચ કરીને ચાલુ કરવો જોઈએ. આમ આપ જે એપ્લિકેશનનો ઉપયોગ કરવા માંગો છો તેને પિન કરવા માટે તેને ખોલો અને પછી બંધ કરી દો. આ બાદ એપ્સ વિકલ્પ પસંદ કરવો અહીં આપ પિન કરવા માંગતા હોય તે એપ્લિકેશનને લાંબા સમય સુધી ટચ કરો, જેથી પિનનો વિકલ્પ આવશે. હવે પિન કરેલી એપ્લિકેશન સિવાય અન્ય કોઈ એપ્લિકેશન ખોલી શકાશે  નહીં. આ ઉપરાંત પિન વિકલ્પને દૂર કરવા માટે હોમ અને બેક બટન એક સાથે દબાવવા પડશે અને લોક સ્ક્રીન પાસવર્ડનો ઉપયોગ કરવો પડસે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code