1. Home
  2. ગુજરાતી
  3. ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો
ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

0
Social Share

મુંબઈ, 8 જુલાઈ 2026: Train operations disrupted in Mumbai Central Division મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન બાનમાં લેવાયું છે. પશ્ચિમ રેલવે (Western Railway)ના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં વસાહી રોડ, નાલાસોપારા અને વિરાર સેક્શનમાં રેલવે ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત અને મુંબઈ વચ્ચે દોડતી કેટલીક પ્રીમિયમ અને સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રદ કરાયેલી મુખ્ય ટ્રેનોની યાદી

વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેક પર જળબંબાકારની સ્થિતિને 22945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ,12901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસ,12267મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ, 09011 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ એક્સપ્રેસ મુજબની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

મુસાફરો અટવાયા, રેલવે તંત્ર એક્શનમાં

ટ્રેનો અચાનક રદ થવાને કારણે સ્ટેશનો પર હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે અને અટવાયેલા મુસાફરોને પાણી તેમજ અન્ય જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ પણ નિર્ધારિત સમય કરતાં 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે.

રેલવેની મુસાફરોને અપીલ: “મુસાફરોએ સ્ટેશન પર આવતા પહેલાં રેલવે હેલ્પલાઇન અથવા સત્તાવાર એપ દ્વારા ટ્રેનનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લેવું.”

રેલવેના એન્જિનિયરો અને કર્મચારીઓની ટીમ ટ્રેક પરથી પાણીના નિકાલ માટે સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ વરસાદનું જોર યથાવત હોવાથી ટ્રેન વ્યવહાર ક્યારે સામાન્ય થશે તે અંગે સ્થિતિ હજુ અસ્પષ્ટ છે.

વધુ વાંચો: દિલ્હી-UP અને હરિયાણામાં ધોધમાર વરસાદ, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 32 રસ્તા બંધ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code