ચોમાસાની ઋતુમાં ટ્રાય કરો લીંબુ કોથમીર સૂપ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
રેસીપી, 30 જુલાઈ 2026: Lemon-coriander soup હળવી શરદી ઉધરસ હોય કે પછી સાંજના સમયે કંઈક ગરમાગરમ અને હેલ્ધી પીવાનું મન થાય, ત્યારે લીંબુ કોથમીર સૂપ એક બેસ્ટ ઓપ્શન છે. વિટામિન C થી ભરપૂર આ સૂપ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
તાજી કોથમીરની સુગંધ અને લીંબુનો ખાટો ચટાકેદાર સ્વાદ આ સૂપને વધુ ટેસ્ટી બનાવે છે, શાકભાજીઓથી ભરપૂર આ સૂપ બનાવવામાં જેટલો સરળ છે, સ્વાસ્થ્ય માટે એટલો જ ફાયદાકારક છે.
લીંબુ કોથમીર સૂપ રેસીપી
સામગ્રી
1 ચમચી તેલ અથવા માખણ
1 ચમચી બારીક સમારેલું લસણ
1 ચમચી બારીક સમારેલું આદુ
2 ચમચી સમારેલી સ્પ્રિંગ ઓનિયન
1/4 કપ બારીક સમારેલ ગાજર
1/4 કપ બારીક સમારેલી કોબીજ
2 ચમચી બારીક સમારેલ કઠોળ
3 કપ વેજીટેબલ સ્ટોક અથવા પાણી
1 ચમચી કોર્નફ્લોર
જરૂર મુજબ પાણી
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી કાળા મરી
2-3 ચમચી બારીક સમારેલી કોથમીર
1 લીંબુનો રસ
ગાર્નિશ માટે સ્પ્રિંગ ઓનિયન ગ્રીન્સ
લીંબુ કોથમીર સૂપ બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં તેલ અથવા બટર ગરમ કરો. લસણ, આદુ અને સ્પ્રિંગ ઓનિયનના સફેદ ભાગને 2 મિનિટ માટે સાંતળો.
સમારેલા શાકભાજી ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો. વેજીટેબલ સ્ટોક રેડો અને ઉકળવા દો. શાકભાજી નરમ થાય ત્યાં સુધી 10 મિનિટ માટે ઉકાળો.
જો તમને થોડું જાડું સૂપ ગમે છે, તો કોર્નફ્લોર સ્લરી ઉમેરો અને બીજી 2 મિનિટ માટે કુક કરો, મીઠું અને ફ્રેશ પીસેલા કાળા મરી ઉમેરો. ગેસ બંધ કરો, પછી સમારેલી કોથમીર અને લીંબુનો રસ નાખો. ડુંગળીથી અને કોથમીરથી સજાવો અને સર્વ કરો.


