વસો ખાતે બારમો વાર્ષિકોત્સવ “વસોધરા-૨૦૨૬” યોજાયો
વસો, 5 જૂન 2026 – વસો ખાતે તાજેતરમાં “વસોધરા-૨૦૨૬” શીર્ષક હેઠળ બારમો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો. આ વાર્ષિકોત્સવ કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલિટેકનીક, આણંદ કૃષિ યુનિવર્સિટી વસો ખાતે ડૉ. એન. આઇ. શાહ, કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના અધ્યક્ષ સ્થાને તા. ૨-૩ જુન, ૨૦૨૬ દરમિયાન યોજાયો હતો.
સમારંભમાં મુખ્ય અતિથી તરીકે ડૉ. જે. એ. પટેલ, ડિરેક્ટર (આર એન્ડ ડી), વેસ્ટર્ન એગ્રો સીડ્સ લિ., ગાંધીનગર તેમજ અતિથી વિશેષ તરીકે સંશોધન નિયામકશ્રી અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ ડૉ. એસ. એન. શાહ, ડૉ. ડી. એચ. પટેલ, વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી, ડૉ. એસ. આર. પટેલ, ડીનશ્રી, કૃષિ વિદ્યાશાખા તથા ડૉ. જી. આર. પટેલ, કુલસચિવશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સર્વે યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, વિવિધ કોલેજના પ્રિન્સીપાલ અને ડિનશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, તમામ આમંત્રિત મહેમાનો, આજુબાજુના ગામના આગેવાનોની આવકારદાયક ઉપસ્થિતિ રહી હતી.
આ પણ વાંચોઃ પાસપોર્ટ ઑફિસમાં દર બુધવારે એપોઈન્ટમેન્ટ વિના પૂછપરછ, દસ્તાવેજ રજૂ કરવા જઈ શકાશે
આ બે દિવસીય વાર્ષિકોત્સવમાં વિવિધ કાર્યક્રમો જેવા કે ડમ શેરાર્ડ, ટ્રેજર હંટ, વન મિનિટ, ડિબેટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટગ ઓફ વોર અને ગરબા વગેરેનું આયોજન કરેલ જેમા બન્ને કોલેજના વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મુખ્ય કાર્યક્રમની શરૂઆત નવી બસના લોકાર્પણ, નવા ફાઉન્ટેનના ઉદ્ઘાટ્ન તથા પ્રાર્થના અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આચાર્ય અને યુનિટ વડા ડૉ. બી. સી. પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામા આવ્યું હતું. ત્યારબાદ કૃષિ મહાવિદ્યાલયના જનરલ સેક્રેટરી શ્રી સ્મિત પટેલ અને કૃષિ પોલિટેકનીકના જનરલ સેક્રેટરી શ્રી ઇન્દ્રજીત ડાભી દ્વારા વાર્ષિક પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહાનુભવો દ્વારા “કોલેજ મેગેજીન” અને “પ્લેસમેંટ બ્રોશર”નું પણ વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં બંને કોલેજમાં વર્ષ દરમિયાન થયેલા વિવિધ સાંસ્કૃતિક તથા રમત-ગમત જેવી વિવિધ સ્પર્ધાઓમાં નંબર લાવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા ઇનામો આપવામાં આવ્યાં. ઈનામ-પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનુ સંચાલન ડૉ. સી. બી. વર્મા, ચેરમેન, વિદ્યાર્થી સંધ, કૃષિ મહાવિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ટેસ્ટિંગ, પ્રથમ વિમાન લેન્ડ થયુંઃ જુઓ વીડિયો
સમારંભ દરમિયાન “ડિજિટલ હોસ્ટેલ લીવ એપ્લિકેશન” પણ મહાનુભાવો દ્વારા ખુલ્લી મુકવામાં આવી. આ વાર્ષિકોત્સવના મુખ્ય અતિથી શ્રી ડૉ. જે. એ. પટેલ સૌ વિદ્યાર્થીઓને તેઓના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા માર્ગદર્શન તથા શુભેચ્છાઓ પાઠવી હતી. વાર્ષિકોત્સવના અતિથી વિશેષ શ્રી ડૉ. ડી. એચ. પટેલએ સૌ વિદ્યાર્થીઓને તેઓના સુંદર વક્તવ્ય દ્વારા શુભેચ્છાઓ આપી તથા જીવનના સર્વાંગી વિકાસ માટે પુસ્તક વાંચન માટે પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ અને કુલપતિશ્રી, ડૉ. એન. આઈ. શાહે તેઓના પ્રેરણાદાયક વક્તવ્ય થકી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને માર્ગદર્શન આપ્યું તેમજ ઇનામ અને પ્રમાણપત્ર મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં ડૉ. પી. એસ. પંચાલ, ચેરમેન, વિદ્યાર્થી સંઘ, કૃષિ પોલિટેકનીક દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને સફળ બનાવવા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


