1. Home
  2. ગુજરાતી
  3. હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં

0
Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ઈઝરાયલની મુલાકાત બાદ આજે બીજા દિવસે યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ ઈઝરાયલની સેનાએ આતંકવાદી સંગઠન હમાસનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમજ ગાઝા પટ્ટી ઉપર હમાસના ઠેકાણા ઉપર સતત હુમલા કરવામાં આવી છે. દરમિયાન ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયલના પ્રવાસે આવ્યાં હતા. તેમજ તેમણે ઈઝરાયલના વડાપ્રધાન સાથે મીટીંગ કરી હતી. આ ઉપરાંત તેમને માનવતા વિરોધી આતંકવાદી સંગઠન હમાસને આઈએસઆઈએસ કરતા પણ ખતરનાક ગણાવીને ઈઝરાયલને તમામ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી. એટલું જ નહીં ગાઝાની હોસ્પિટલ ઉપર થયેલા હુમલામાં ઈઝરાયલનો કોઈ હાથ નહીં હોવાનું જણાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો.બાઈડન યુદ્ધ પીડિતોની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન આજે યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. તેમજ ઈઝરાયલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે યુદ્ધને લઈને ચર્ચા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાઝામાં એક્ટિવ આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ માત્ર 20 જ મિનિટમાં જ પાંચ હજારથી વધારે રોકેટ ઈઝરાયલ ઉપર તાક્યાં હતા. આ ઉપરાંત હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ઘુસીને ખુની ખેલ ખેલ્યો હતો. હમાસના આતંકવાદીઓએ આચરેલા કૃત્યની દુનિયાભરના દેશોએ નિંદા કરી હતી. જો કે, કેટલાક ઈસ્લામિક દેશોએ હમાસને સમર્થન આપ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code