1. Home
  2. ગુજરાતી
  3. પોતાની વય કરતા વધુ આઈક્યૂ ધરાવતા 11 વર્ષના કિશોરને ઘોરણ 9માં અભ્યાસ કરવા માટે યુપી સરકાર આપશે મંજૂરી
પોતાની વય કરતા વધુ આઈક્યૂ  ધરાવતા 11 વર્ષના કિશોરને ઘોરણ 9માં અભ્યાસ કરવા માટે  યુપી સરકાર આપશે મંજૂરી

પોતાની વય કરતા વધુ આઈક્યૂ ધરાવતા 11 વર્ષના કિશોરને ઘોરણ 9માં અભ્યાસ કરવા માટે યુપી સરકાર આપશે મંજૂરી

0
Social Share
  • પોતાની વય કરતા વધુ આઈક્યૂ  ધરાવે છે આ 11 વર્ષનો કિશોર
  • યુપી સરકાર તેને  ઘોરણ 9માં અભ્યાસ કરાવશે

લખનૌઃ- આપણે ઘણા બાળકોને જોયા હશે કે  તેઓ પોતાની ઉંમર કરતા વધારે બુદ્ધીશાળી હોય અને આવા બાળકોનો આઈક્યૂ લેવલ તેઓની સમાન ઉંમરના લોકો કરતા વધુ હોવાથી તેઓ શાળામાં આગળના ક્લાસમાં એડમિશન મળેવવામાં સફળ સાબિત થાય છે.

આવા જ એક કિશોરની આજે વાત કરીશું જેનું નામ છે યશ અને તે કાનપુરનો રહેવાશી છે જ્યારે યશનો આઈક્યૂ ટેસ્ટ  લેવામાં આવ્યો તો તેનું જ્ઞાન તેની ઉમંર કરતા વધુ જાણવા મળ્યું, 11 વર્ષના યશવર્ધન સિંહનો આઈક્યુ લેવલ ઉંમર કરતા વધુ છે. જેથી પોતાના પરિવારજનોએ સાતમા ધોરણમાં ભણતા યશને ધોરણ નવમાં સીધો પ્રવેશ આપવાની માંગણી કરી છે.યશના નામે એક ખાસ રેકોર્ડ પણ છે. જાન્યુઆરી 2022 માં, લંડન સ્થિત સંસ્થા હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડ્સે આંતરરાષ્ટ્રીય સંબંધો અને ઇતિહાસના વિષયમાં સૌથી યુવા ઇતિહાસકાર તરીકે તેમનું નામ નોંધ્યું છે.

યશ કૃષ્ણનગરની રઘુકુલ વિદ્યાલયમાં ધોરણ 7 નો વિદ્યાર્થી છે. જ્યારે તે ચોથા ધોરણમાં હતો, ત્યારે તેણે IAS અને PCSની તૈયારી માટે કોચિંગ સંસ્થામાં મફતમાં ભણાવવાનું શરૂ કર્યું. આ સિવાય તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. યશના પિતા ડૉ. અંશુમાન સિંહ તેમના સારા આઈક્યુને કારણે તેમના પુત્રને સીધા ધોરણ નવમાં દાખલ કરાવવા માંગે છે.

યશનો આઈક્યુ ટેસ્ટ થઈ ગયો છે. IQ નોર્મલ કરતા વધારે છે. તેના પાંચ પોઈન્ટ છે. કેટલાક ખૂબ સારા છે, કેટલાક સામાન્ય કરતાં વધુ છે. આઈક્યુ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. વર્ગ બઢતીનો નિર્ણય શિક્ષણ નિયામકના સ્તરે થવાનો છે.હવે તેને પરમીશન બાદ ઘોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે.

આ મામલે શિક્ષણ નિયામકને અરજી કરી હતી. તેણે જિલ્લા શાળા નિરીક્ષકને એક પત્ર મોકલીને તેનો આઈક્યુ ટેસ્ટ કરાવવાનું કહ્યું જેથી તેના આધારે નિર્ણય લઈ શકાય.થોડા દિવસો પહેલા યશે પીએમઓને ટેગ કરતો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. આ અંગે શનિવારે પીએમઓ તરફથી કોલ આવ્યો હતો. લગભગ પાંચ મિનિટ સુધી ચાલેલી વાતચીત દરમિયાન યશે વડાપ્રધાન સાથે શિક્ષણ બજેટ અંગે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પીએમઓએ કહ્યું છે કે તેમની ઈચ્છા આગળ મોકલવામાં આવશે.હાલ યશ સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરતા લોકોને ભારતીય રાજનીતિ, આંતરરાષ્ટ્રીય ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન બાબતો શીખવી રહ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code