1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સુરતની સાડીઓનો ભાજપના ચૂંટણી પ્રચારમાં થશે ઉપયોગ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સુરતની સાડીઓનો ભાજપના ચૂંટણી પ્રચારમાં થશે ઉપયોગ

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સુરતની સાડીઓનો ભાજપના ચૂંટણી પ્રચારમાં થશે ઉપયોગ

0
Social Share

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશ ભાજપ દ્વારા પ્રચારને લઈને સુરતમાં સાડીઓનો મોટો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળે છે. સુરતમાં ભાજપના પ્રચાર માટે વિવિધ ડિઝાઈનની સાડીઓ તૈયાર કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેપારીઓએ ‘જો રામ કો લાએ હે હમ ઉનકો લાયેંગે ફિર સે , ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગે’ના સ્લોગન સાથે સાડીઓ તૈયાર કરી છે. સાડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગીના ફોટો તથા ભાજપના ચૂંટણી પ્રતિકની પ્રિન્ટ કરવામાં આવી છે. સુરતમાં સાડીઓના ઓર્ડરને પગલે થ્રીડી પ્રિન્ટ અને ડિજીટલ પ્રિન્ટની સાડી તૈયાર કરવામાં આવી રહી છે. 1000 જેટલી સાડીઓ તૈયાર કરીને ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવશે. સુરતમાં સાડીઓ તૈયાર થઈ ગયા બાદ ઉત્તરપ્રદેશ મોકલી આપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ કોરોના ગાઈડલાઈન અનુસાર ડોર ડુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ મતદારો સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code