1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડ ચૂંટણીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘પુષ્પા’ ફિલ્મના અંદાજમાં બોલ્યા આ ડાયલોગ..
ઉત્તરાખંડ ચૂંટણીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘પુષ્પા’ ફિલ્મના અંદાજમાં બોલ્યા આ ડાયલોગ..

ઉત્તરાખંડ ચૂંટણીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘પુષ્પા’ ફિલ્મના અંદાજમાં બોલ્યા આ ડાયલોગ..

0
Social Share

નવી દિલ્હીઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’એ લોકો ઉપર અનેરો જાદુ કર્યો છે. આ ફિલ્મ સામાન્ય પ્રજાની સાથે ક્રિકેટરો, ફિલ્મી કલાકારો અને રાજનેતાઓને પણ પસંદ આવી છે. તેમજ ‘પુષ્પા’ ફિલ્મના ડાયલોગના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર લોકો મુકી રહ્યાં છે. દરમિયાન હવે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ એક કાર્યક્રમમાં ‘પુષ્પા’ ફિલ્મના અભિનતા અલ્લુ અર્જુનના અંદાજમાં ડાયલોગ બોલતા લોકો તેમની પ્રસશાં કરી રહ્યાં છે.

રક્ષા મંત્રી રાજનાથ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ગંગોલીહાટમાં ચૂંટણી જનસભાને સંબોધી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને ‘પુષ્પા’ ફિલ્મના ડાયલોગ સાથે જોડતા કહ્યું હતું કે, હાલ ફિલ્મ ‘પુષ્પા’ ઘણી ચર્ચામાં છે અને અમારા મુખ્યમંત્રીનું નામ પુષ્કર છે. કોંગ્રેસ એવુ સમજે છે કે, પુષ્કર તો એક ફ્લાવર છે પરંતુ હું તેમના કહેવા માંગુ છું કે, ‘અમારા પુષ્કર ફ્લાવર પણ છે અને ફાયર પણ છે. અમારા પષ્કર ક્યારે ઝુકતા નથી અને રોકાતા પણ નથી.’

ગંગોલિહાટમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં કોંગ્રેસ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની સ્થિતિમાં નથી. એટલે તેમણે મુખ્યમંત્રી પદના નેતાની જાહેરાત નથી કરી, તેમના ઘરમાં જ આગ લાગેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય નેતાઓ ઉપર પણ ‘પુષ્પા’ ફિલ્મનો ફિવર છવાયો છે. તાજેતરમાં જ પંજાબ યુથ કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું કે, ઈડીની રેડ મારો કે જુઠ્ઠા આરોપ લગાવો, ચન્ની ઝુકેગા નહીં….

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code