1. Home
  2. revoinews
  3. વડાપ્રધાનની નોર્વે મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદમાં શું થયું? જુઓ Video
વડાપ્રધાનની નોર્વે મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદમાં શું થયું? જુઓ Video

વડાપ્રધાનની નોર્વે મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદમાં શું થયું? જુઓ Video

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 19 મે, 2026વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ પાંચ દેશની સત્તાવાર મુલાકાતે છે. એ દરમિયાન ગઈકાલે સોમવારે તેઓ નોર્વેમાં હતા. જ્યાં તેમની હાજરીમાં ભારત-નોર્વે વચ્ચે વિવિધ સમજૂતી ઉપર હસ્તાક્ષર પણ થયા હતા. જોકે તેમની આ મુલાકાત દરમિયાન એક એવી ઘટના બની જે આજે આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે.

પીએમ મોદીની મુલાકાત અને સમજૂતીઓ બાબતે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આવું દરેક દેશમાં દરેક વખતે આયોજન થાય છે જેમાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે ગયેલા ભારતીય પત્રકારો ઉપરાંત જે તે દેશના સ્થાનિક પત્રકારો પણ આવતા હોય છે.

આવી જ એક પત્રકાર પરિષદમાં નોર્વેના એક મહિલા પત્રકાર પણ આવ્યા હતા. આ મહિલા પત્રકારે વડાપ્રધાનની મુલાકાત અને નોર્વે સાથેની સમજૂતીઓ અંગે પ્રશ્ન પૂછવાને બદલે એવા પ્રશ્નો કર્યા જેને કારણે વિદેશ મંત્રાલયના અધિકારી શ્રી સિબિ જ્યોર્જ લાગણીશીલ થઈ ગયા હતા અને તેમણે નોર્વેની મહિલા પત્રકારને પૂરી 12-13 મિનિટનો વિસ્તૃત જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તેમની વાત નોર્વેની મહિલા પત્રકારને ગમી નહીં તેથી તેઓ વચ્ચેથી ઊઠીને ચાલ્યા ગયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code