1. Home
  2. ગુજરાતી
  3. ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મુક્યો ?, વિદ્યાર્થીના ફિલ્મી જવાબે શિક્ષકને પુરા માર્ક આપવા કર્યાં મજબુર
ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મુક્યો ?, વિદ્યાર્થીના ફિલ્મી જવાબે શિક્ષકને પુરા માર્ક આપવા કર્યાં મજબુર

ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મુક્યો ?, વિદ્યાર્થીના ફિલ્મી જવાબે શિક્ષકને પુરા માર્ક આપવા કર્યાં મજબુર

0
Social Share

દિલ્હીઃ સોશિયલ મીડિયામાં હાલ એક વિદ્યાર્થીએ પરીક્ષામાં લખેલો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરીક્ષામાં વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ચંદ્ર ઉપર પહેલો પગ કોને મુક્યો હતો. જેનો જવાબ વિદ્યાર્થીએ ફિલ્મી આપ્યો હતો. ચંદ્ર ઉપર પહેલો પગ બાહુબલીએ મુક્યો હોવાનું વિદ્યાર્થીએ લખ્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થીના આ જવાબને સાચો ગણીને શિક્ષકે તેને માર્ક પણ આપ્યાં હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટાને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. તેમજ રમૂજ સ્ટાઈલમાં કોમેન્ટ કરી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક પ્રશ્ન લખવામાં આવ્યો છે કે, ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? તેના પર બાળકે જવાબમાં લખ્યું – બાહુબલી. શિક્ષકે આ જવાબ માટે બાળકને સંપૂર્ણ માર્ક્સ આપ્યા છે. જવાબમાં બાહુબલી લખવા માટે શિક્ષકે તેમને માર્ક્સ કેમ આપ્યા. તેના બદલે, શિક્ષકે તેને ફેઈલ કરવો જોઈએ. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ હતા. પરંતુ વિદ્યાર્થીએ ખુબ વિચાર્યા બાદ આ જવાબ આપ્યો હોવાથી શિક્ષકે તેને માર્ક્સ આપ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ફોટો સોશિયલ મીડિયામાં IPS અધિકારી રૂપિન શર્માએ શેયર કર્યો છે. તેમજ લખ્યું છે કે, એક બોલીવુડ ચાહકનો અભિપ્રાય. વાયરલ થતા આ પ્રશ્ન પેપરમાં તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન લખવામાં આવ્યો છે, ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? જવાબમાં લખ્યું છે – બાહુબલી. તેની નીચે લખ્યું છે કે, બહુ એટલે Arm, બલી એટલે Strong. આ જોઈને તમે સમજી ગયા હશો કે બાળકે બાહુબલીને જવાબ કેમ આપ્યો અને શિક્ષકે તેને સંપૂર્ણ માર્ક્સ કેમ આપ્યા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code