1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પ્રજાને માફિયાઓના અત્યાચારથી અપાવી મુક્તિઃ અમિત શાહ

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પ્રજાને માફિયાઓના અત્યાચારથી અપાવી મુક્તિઃ અમિત શાહ

0
Social Share
  • મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ
  • દલિત અને પછાત લોકોને પણ ભાજપ સાથે જોડવાના છે: અમિત શાહ
  • આજે દિપાવલીના પ્રસંગ્ર પહેલા જ ઉત્તરપ્રદેશના કાર્યકરોને પહેલાથી જ શુભકામના આપું છે

નવી દિલ્હી: આજે ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન અમિત શાહએ જણાવ્યું હતું કે, સદસ્યતા અભિયાનને લઈને ઉત્તરપ્રદેશ દેશના યુવા પ્રદેશ છે. 53 ટકા યુવાનો છે. યુવાનો, ગરીબો અને મહિલાઓને પાર્ટી સાથે જોડવાના છે. દલિત અને પછાત લોકોને પણ ભાજપ સાથે જોડવાના છે.

જુઓ લાઇવ સંબોધન:

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે દિપાવલીના પ્રસંગ્રે ઉત્તરપ્રદેશના કાર્યકરોને પહેલાથી જ શુભકામના આપું છે. ઉત્તરપ્રદેશના તમામ ઘરના દરવાજા ઉપર મેરા પરિવાર ભાજપ પરિવારનું તોરણ લગાવો, ઉત્તરપ્રદેશમાં અનેક વર્ષો સુધી સવા, બસપાના શાસનને બરબાદ કર્યું હતું. આજે ઉત્તરપ્રદેશમાં કોઈની હિંમત નથી કોઈને પલાયન કરાવવાની. પલાયન કરાવનારા ખુદ પલાયન થઈ ગયા છે.

દરેક જિલ્લામાં બે-ત્રણ બાહુબલી હતી. આજે ક્યાંય બાહુબલી જોવા મળતા નથી. આજે દીકરીઓ ઘરેણા પહેરીને યુપીના રસ્તા ઉપર સ્કુટર લઈને નીકળી શકે છે, કોઈ ડર રહ્યો નથી. આ ભાજપના કારણે થયું છે. પીએમ મોદીએ તમામ ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કરે છે. હાલ દરેકના ઘરમાં ગેસ પહોચાડવાનું કામ પૂર્ણ થયું છે. 11 કરોડ લોકોને ગેસ આપ્યાં છે. વીજળી આપવાનું કામ પુરું થયું છે. સાત કરોડ ગરિબોને રૂ. 5 લાખ સુધીનો ખર્ચની સહાય પીએમ મોદી અને સીએમ યોગી આપે છે. વર્ષ 2022માં 300નો આંકડો પાર કરીશું.

2019માં ભાજપને ફરીથી ઉત્તરપ્રદેશની જનતાએ આર્શિવાદ આપ્યાં છે. ઉત્તરપ્રદેશ વગર ભાજપની સરકાર નથી બનતી, બંને વાર ભોલેશંકરની જેમ ઉત્તરપ્રદેશની જનતાએ આર્શિવાદ આપીને સત્તા આપી છે. મોદીની જીતનો શ્રેય ઉત્તરપ્રદેશની જનતાનો છે.

અમિત શાહે અખિલેશ યાદવ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું તે, અયોધ્યામાં મંદિર અમે બનાવીશું, અખિલેશ બાબુ અયોધ્યામાં  મંદિરનો પાયો નખાઈ ગયો છે પરંતુ આપ રૂ. 5000 આપવાનું ચુકી ગયા છે. તેમના શાસનમાં રામ ભક્તો ઉપર ગોળબાર થયો હતો. ભાજપ અને પરિવારવાદી પાર્ટીમાં ફેર છે. ભાજપનો હંમેશા વાયદો રહેતો કે, કાશ્મીરમાંથી 370 દૂર કરશું. અમે દર વખતે ચૂંટણી ઢંઢેરામાં રાખતા હતા. 2019માં સંપૂર્ણ બહુમત મળતા 5 ઓગસ્ટ 2019ના રોજ ભાજપ સરકારે આર્ટીકલ 370 દૂર કરી છે. ભાજપ જે કહે છે તે કરે છે. 2017માં અમે વાયદો કર્યો હતો કે, અમે વિકાસ કરીશું, હું હિસાબ કિતાબ લઈને આવ્યો છે. 2017 પહેલા જે ઉત્તરપ્રદેશને કંઈ અપાયું તે દેશની સાતમાં નંબરની અર્થ વ્યવસ્થા હતી. આજે બીજા નંબરની છે. અખિલેશ બાબુ આપ 10 લાખ કરોડ છોડીને ગયા પરંતુ યોગીએ અંતિમ બજેટમાં 31 લાખ કરોડથી વધારે કર્યું છે. બેરોજગારીનો દર તેઓ 18 ટકા છોડીને ગયા હતા. આજે 4.1 ટકા છે. તેઓ 12 મેડિકલ છોડીને ગયા હતા આજે 30 મેડિકલ કોલેજ છે. પહેલા 1500 યુવાનો તબીબો બનતા હતા. આજે ચાર હજારથી વધારે યુવાનો તબીબો બને છે. પહેલા ઘઉંની ખરીદી 12 હજાર કરોડ હતી. જે વધીને 36 કરોડ થઈ ગયા છે. એરપોર્ટ અને હાઈવેની સંખ્યામાં વધારો થયો છે.

કોરોનામાં આપણ સૌને ચિંતા હતી કે ઉત્તરપ્રદેશમાં શું થશે. 22 કરોડની જનતામાં કોરોના કેવી રીતે સંભાળીશું. યોગીએ જે વ્યવસ્થા કરી તેનાથી અનેક મોત થતા અટકાવ્યાં છે. સૌથી વધારે કોરોના ટેસ્ટ ઉત્તરપ્રદેશમાં થયાં છે. સૌથી વધારે રસી ઉત્તરપ્રદેશમાં થયાં છે. હોસ્પિટલોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 400 ઓક્સિઝન પ્લાન્ટ બનશે. પરિવાર અને જાતિવાદ છોડીએ તો જ વિકાસ થાય. ભાજપા વિકાસને સમર્પિત પાર્ટી છે. વિકાસ દરેક ગામ અને ઘર સુધી પહોંચ્યું છે. માફિયાઓથી ઉત્તરપ્રદેશને મુક્ત કરાવાયો છે. તમામ ક્ષેત્રમાં વિકાસના કામો યોગી સરકારમાં થયાં છે. 150થી વધારે ગુનેગારોને ઠાર મરાયાં છે. જાતિવાર અને પરિવારવાદને સાઈડમાં છોડીને સરકારી નોકરીમાં ભરતી કરાયાં છે.

ઉત્તરપ્રદેશના યુવાનોને ભણાવવાની વ્યવસ્થા યોગી સરકારે કરી છે. આજે સપા, બસવા અને યોગીનું શાસન જોયું છે. સપા, બસપા અને કોંગ્રેસ પરિવારવાદ વાળી પાર્ટી છે. ભાજપ તમામનો વિકાસમાં માને છે. અનેક આશાઓ સાથે ઉત્તરપ્રદેશમાં સરકાર ચલાવી છે. ઉત્તરપ્રદેશમાં અનેક પરિવર્તન આવ્યાં છે. હજું અનેક વિકાસના કામો કરવાના બાકી છે. જે ચૂંટણી ઢંઢેરો લાવીશું અને તેને પૂર્ણ કરીને 2027માં આવીશું. 2022માં ભાજપને 300 પાર કરાવવા પાર્ટીના કાર્યકરોને અમિત શાહે અનુરોધ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code