Homeગુજરાતીઆ ઊંટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો- સાઉદીમાં થયેલી ઊંટની હરાજીમાં કરોડોની...

આ ઊંટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો- સાઉદીમાં થયેલી ઊંટની હરાજીમાં કરોડોની કિંમતમાં વેચાયો આ ઊંટ

  • સાઉદીમાં 14 કરોડમાં વેંચાયો ઊંટ
  • ઊંટની હરાજીમાં એક વ્યક્તિએ 14 કરોડમાં ઊંટ ખરીદ્યો

સામાન્ય રીતે જ્યારે બકરી ઈદનો તહેવાર આવે ત્યારે બકરાની કિંમતમાં બમણો વધારો થાય છે. દેશ વિદેશમાં લાખો રુપિયાના બકારા જોવા મળે છે, જો કે આજે વાત કરીશું 14મકરોડના ઊંટની, રમઝાન આવે તે પહેલા આ ઊંંટ 14 કરોડની મોટી કિંમતમાં વેચાયો છે.

 આ વાત છે સઉદી અરબની,આ ઊંટને વિશ્વમાં સૌથી મોંઘુ ઉંટ બતાવવામાં આવી રહ્યું છે. આ ઉંટની હરાજી 7 મિલિયન સઉદી રિયાલ એટલે કે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયા લગાવવામાં આવી છે.આ ઊંટ વિશ્ન દુર્લભ ઊંટોમાં એક માનવામાં આવે છે. આ ઊંટ તેની ખાસ સુંદરતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુનિયામાં આ પ્રજાતિના ઉંટ ખૂબ જ ઓછા છે. 

 આ સમગ્ર મામલે ગલ્ફ ન્યૂઝના રિપોર્ટની જો વાત માનીએ તો  આ ઉંટ માટે સઉદી અરબમાં સાર્વજનિક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. હરાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર  વાયરલ થી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બોલી લગાવતો જોવા મળી રહ્યો છે.

આ ઊંટની સ્ટાર્ટ હરાજી 5 મિલિયન સઉદી રિયાલ એટલે કે લગભગ 10 કરોડ 16 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ત્યારબાદ 7 મિલિયન સઉદી રિયાલની હરાજી પર તેની હરાજી પાક્કી કરી નાંખવામાં આવી. 

 જો કે આ ઊંટ કોણે લીધો તે વિશે કોઇ વિગતવાર માહિતી આપવામાં આવી નથી.આ વીડિયોમાં  તમે સરળતાથી આ કરોડોની કિંમતના ઊંટને જોઈ શકો છો.

ઉલ્લેખનીય છે કે સાઉદીમાં બકરી ઈદમાં બકાર કરતા વધુ ઊંટની કૂર્બાની કરવામાં આવે છે, સાઉદીમાં ઊંટનું માસ ખવાતું હોય છે જ્યારે પણ ઈદનો તહેવાર આવે ત્યારે ઈવ હરાજીઓ કરવામાં આવે છે અને મોંધી કિમંતના ઊંટોની હરાજી થતી હોય છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular