1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધો.10 અને 12ની તા. 14મી માર્ચથી લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો,
ધો.10 અને 12ની તા. 14મી માર્ચથી લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો,

ધો.10 અને 12ની તા. 14મી માર્ચથી લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો,

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  આગામી તા. 14મી માર્ચથી લેવાનારી ધોરણ 10 અને 12 ની  પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે.  ધો.10ની 14 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને  28મી  માર્ચ સુધી પરીક્ષા ચાલશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધો, 10ની પરીક્ષાનો પ્રારંભ તા.14મી માર્ચથી શરૂ થશે. જેમાં 14 માર્ચ- ગુજરાતી,  16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત,   17 માર્ચ- બેઝિક ગણિત, તથા 20 માર્ચ- વિજ્ઞાન, અને 23 માર્ચે- સામાજિક વિજ્ઞાન 25 માર્ચ- અંગ્રેજી,  27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા) તેમજ 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી​​ વિષયની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 14મી માર્ચથી લેવાશે. જેમાં 14 માર્ચ- નામના મૂળતત્વ, 15 માર્ચ- તત્વ જ્ઞાન, 16 માર્ચ- આંકડાશાસ્ત્ર,  17 માર્ચ- અર્થશાસ્ત્ર, 20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા 21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા), 24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા), 25 માર્ચ- હિન્દી, 27 માર્ચ- કોમ્પ્યુટર, 28 માર્ચ- સંસ્કૃત, 29 માર્ચ- સમાજ શાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો જે કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ 14મી માર્ચથી શરૂ થશે. જેમાં 14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન, 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન, 18 માર્ચ- જીવ વિજ્ઞાન, 20 માર્ચ- ગણિત, 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા), 25 માર્ચ- કોમ્પ્યુટરની પરીક્ષા લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જીનયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓએ કોમન ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ આપવાની રહેશે. ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર ગુજકેટના ફોર્મ ભરી શકાશે. ગુજેક્ટની 350 રૂપિયા પરીક્ષા ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. આ અંગે વધુ વિગત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2023માં યોજાનારી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. બંને વર્ગોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code