Homeગુજરાતીદેશ-વિદેશ65 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, ઈશાન કિશને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

65 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, ઈશાન કિશને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: ઈશાન કિશનના નેતૃત્વ હેઠળની ઈસ્ટ ઝોન ટીમે 13 વર્ષની લાંબી રાહનો અંત લાવીને 2026ની દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ઈશાને સમગ્ર મેચ દરમિયાન શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું; તેણે પ્રથમ દાવમાં 30 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 270 રન બનાવ્યા હતા, જ્યારે બીજા દાવમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 80 રન નોંધાવ્યા હતા. આ બે દાવની મદદથી ઈશાને મેચમાં સૌથી વધુ રન બનાવવાનો ૬૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

ઈશાને મેચમાં કુલ 350 રન બનાવ્યા અને દુલીપ ટ્રોફીની કોઈ એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. આ ટુર્નામેન્ટ 1961માં શરૂ થઈ હતી અને હવે, 65 વર્ષ બાદ, કોઈ બેટ્સમેન એક મેચમાં 350 રનના આંકડા સુધી પહોંચ્યો છે. તેની ઇનિંગ્સે ટીમને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાનદાર બેટિંગ પ્રદર્શન બદલ ઈશાનને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ મેચમાં ઈસ્ટ ઝોને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન ઈશાનની 270 રનની ઈનિંગ્સના જોરે ટીમે 700થી વધુ રનનો સ્કોર ખડક્યો હતો; પ્રથમ ઈનિંગ્સમાં ટીમ 708 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ ઈનિંગ્સ બાદ લગભગ એ નક્કી થઈ ગયું હતું કે મેચ ઈસ્ટ ઝોનની તરફેણમાં જશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular