1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના 677 ASIને હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે
રાજ્યના 677  ASIને હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે

રાજ્યના 677 ASIને હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે

0
Social Share

ગાંધીનગર: રાજ્યમાં નવા પોલીસ સ્ટેશનો વધારવાની સાથે આસિસ્ટન્ટ સબ ઈન્પેક્ટર્સને બઢતી આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજયના 677 બિન હથિયારી ASI ને હંગામી ધોરણે 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન આપવા આવશે

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના  બિન હથિયારી ASIને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી ASI ને 11 મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે. ગુન્હાની તપાસ, તેને લગતા સાધનિક કાગળો તૈયાર કરવાની કામગીરી, નિવેદનો મેળવવા, ગુન્હાને સબંધિત પુરાવાઓ એકત્રિત કરવા, કેસની તપાસ કરવામાં તથા નામદાર કોર્ટમાં મુદત્ત સમયે હાજરી આપવામાં PSIની ભૂમિકા ચાવીરૂપ હોય છે. વધુમાં PSIની સેવાઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત કુદરતી આપત્તિ તથા રાજ્યની મુલાકાતે આવતા મહાનુભાવોની સુરક્ષા અને સલામતી માટે પણ ખુબજ મહત્વની બને છે.આ નિર્ણયના ફળસ્વરૂપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનશે તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણને અટકાવવા રાત-દિવસ સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તેઓની ફરજો વધુ ઉત્સાહ પૂર્વક બજાવવાની પ્રેરણા મળશે. રાજયના 677 બિન હથિયારી ASI ને હંગામી ધોરણે 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન આપવા આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code