Homeગુજરાતીગુજરાતહવે તમે મેટ્રોમાં તમારો બર્થડે સેલિબ્રેટ કરી શકો છો, પ્રતિ કલાક આપવા...

હવે તમે મેટ્રોમાં તમારો બર્થડે સેલિબ્રેટ કરી શકો છો, પ્રતિ કલાક આપવા પડશે આટલા રૂપિયા

  • હવે તમે મેટ્રો ટ્રેનમાં પણ બર્થડેનું સેલિબ્રેશન કરી શકશો
  • આ માટે આપ રૂપિયા આપીને મેટ્રોના કોચને હાયર કરી શકો છો
  • બર્થ ડે સેલિબ્રેશન માટે 4 કલાક માટે 5,000 રૂપિયા પ્રત્યેક કોચ માટે આપવા પડશે

નવી દિલ્હી: મોટા ભાગે આપણે લોકો બર્થડેનું સેલિબ્રેશન કોઇ રિસોર્ટ, હોટેલ કે ફાર્મહાઉસમાં જઇને કરતા હોય છે પરંતુ હવે આ ટ્રેન્ડ પણ જૂનો થઇ રહ્યો છે ત્યારે હવે મેટ્રો ટ્રેનમાં બર્થડે સેલિબ્રેટ કરવાનું સ્વપ્ન સાકાર થઇ શકશે. વધારે કમાણી કરવાના હેતુસર જયપુર મેટ્રો આપને બર્થ ડેથી લઇને અન્ય કાર્યક્રમોનું જશ્ન મનાવવાની તક આપી રહી છે. આ માટે આપ રૂપિયા આપીને મેટ્રોના કોચને હાયર કરી શકો છો.

આ અંગે જયપુર મેટ્રોએ કહ્યું હતું કે, વધારે કમાણી કરવાની પહેલ હેઠળ હવે લોકો જન્મદિવસ કે અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા માટે મેટ્રોના કોચને પણ ભાડે લઇ શકે છે. આ અગાઉ જયપુર મેટ્રો નાના વિજ્ઞાપનોની શૂટિંગ માટે પણ ઓફર કરી ચૂક્યું છે.

એક સત્તાવાર નિવેદન અનુસાર, જે વ્યક્તિ મેટ્રો કોચમાં કોઇ કાર્યક્રમનું જશ્ન મનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. તેને 4 કલાક માટે 5,000 રૂપિયા પ્રત્યેક કોચ માટે આપવા પડશે. આ સિવાય 1,000 રૂપિયા પ્રત્યેક કલાકના હિસાબથી વધારે કલાકના રૂપિયા આપવા પડશે. આ પ્રકારે ચાર કોચ માટે શુક્લ કલાક પ્રત્યે 20,000 રૂપિયા અને વધુમાં 5,000 રૂપિયા પ્રત્યેક કલાક રહેશે.

નોંધનીય છે કે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી મેટ્રો સ્ટેશનો પર બેનર, સ્ટેન્ડ અને કેનોપીના માધ્યમથી શોર્ટ ટર્મ વિજ્ઞાપનની પણ વ્યવસ્થા કરાઇ છે.

(સંકેત)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img