Homeગુજરાતીવિક્કી કૌશલને બોલીવુડમાં 9 વર્ષ પૂરાઃ પ્રથમ ઓડિશનનો ફોટો કર્યો શેયર

વિક્કી કૌશલને બોલીવુડમાં 9 વર્ષ પૂરાઃ પ્રથમ ઓડિશનનો ફોટો કર્યો શેયર

મુંબઈઃ સંજુ અને ઉરી જેવી સુપરહીટ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનારા અભિનેતા વિક્કી કૌશલને બોલીવુડમાં 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગ્રે અભિનેતાએ સોશિયલ મીડિયા ઉપર પહેલા ઓડિશનને યાદ કરીને ફોટો શેયર કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વિક્કી કૌશલના પહેલા ઓડિશનને 10મી જુલાઈ 2012ના રોજ થયું છે. અભિનેતાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, આજથી બરાબર 9 વર્ષ પહેલા. આ ઉપરાંત તેમણે પ્રસંશકોનો આભાર પણ માન્યો છે. વિક્કી કૌશલે 2012માં ગેંગ્સ ઓફ વાસેયપુરથી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાએ બોમ્બે વેલવેટ, મસાન, રમન-રાઘવ, લસ્ટ સ્ટોરિઝ, સંજુ, મનમર્જિયા, ઉરી ધ સર્જિકલ સ્ટાઈક અને ભૂત જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ઉરી ધ સર્જિકલ સ્ટાઈક ફિલ્મ અભિનેતાના કેરિયરમાં ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ અભિનેતાને વધારે સારા રોલ મળવા લાગ્યાં હતા.

હાલ અભિનેતા સરદાર ઉધમ સિંગ, સૈમ બહાદુર, ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી અને મિસ્ટર લેલે જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત બોલીવુડની અભિનેતા કેટરીના કૈફ સાથેના સંબંધને લઈને હાલ વિક્કી કૌશલ ચર્ચામાં છે.

સંબંધિત લેખો

Most Popular