1. Home
  2. ગુજરાતી
  3. તો નહીં થાય રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલ? સુપ્રીમે આપ્યો ઝટકો, એમેઝોનના પક્ષમાં ગયો ચુકાદો

તો નહીં થાય રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલ? સુપ્રીમે આપ્યો ઝટકો, એમેઝોનના પક્ષમાં ગયો ચુકાદો

0
Social Share
  • રિલાયન્સ ફ્યુચર ગ્રુપની ડીલને ઝટકો
  • સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો
  • રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવાઇ

નવી દિલ્હી: રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની વચ્ચે થયેલી ડીલને ઝટકો લાગ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે એમેઝોનની અરજી પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવાઇ છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, સિંગાપુરમાં જે ઇમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય છે તે ભારતમાં પણ લાગુ પડશે. સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યુર ગ્રુપના ચુકાદા પર રોક લગાવી દેવામાં આવી હતી અને ભારતમાં પણ એમેઝોને વિલીનીકરણ સોદા વિરુદ્વ અરજી કરી હતી.

રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ વિરૂદ્ધ એમેઝોને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તે ડીલ પર રોક લગાવવા મનાઈ કરી દીધી હતી. ત્યાર બાદ એમેઝોને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

દેશના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા બિગ બજાર એ ફ્યુચર ગ્રુપનો જ હિસ્સો છે. થોડા સમય પહેલા રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપમાં રિટેલ માર્કેટને લઈ સૌથી મોટી સમજૂતી થઈ હતી અને 24,713 કરોડની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યુચર ગ્રુપના માલિકી હક આવી ગયા હતા.

શું છે સમગ્ર મામલો

આ ડીલને લઈ એમેઝોને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે, ફ્યુચર ગ્રુપની એક કંપનીમાં એમેઝોનનો 49 ટકા ભાગ હતો. ડીલ પ્રમાણે જો કંપની વેચવામાં આવે તો તેને ખરીદવાનો પહેલો અધિકાર એમેઝોનને જ મળે. પરંતુ રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલમાં તેનું પાલન નહોતું કરવામાં આવ્યું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code