Homeગુજરાતીગુજરાતરાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો

  • સૌરાષ્ટ્ર યુનિ.નો યુવક મહોત્સવ મોકૂફ
  • 16થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો મહોત્સવ
  • વરસાદની આગાહીને કારણે મોકૂફ રખાયો મહોત્સવ

 રાજકોટ:રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે.આ યુવક મહોત્સવ આગામી તા.16 થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો.પરંતુ  હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા 50માં યુવક મહોત્સવને મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.વરસાદી વાતાવરણને કારણે મોકૂફ રાખવામાં આવેલ યુવક મહોત્સવની નવી તારીખો જાહેર કરાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 16થી 18 સપ્ટેમ્બર સુધી 50માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, યુનિવર્સિટી દ્વારા આ યુવક મહોત્સવના આયોજનને મોકૂફ રાખવા જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા 50માં યુવક મહોત્સવને મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પછી યુવક મહોત્સવની નવી તારીખ આગામી સમયમાં નક્કી કરી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદની આગાહીને ધ્યાને લઈને યુવક મહોત્સવ મોકૂફ રખાયો છે.

 

 

 

 

 

 

 

 

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img