બાંગ્લાદેશમાં આંદોલનના નેતા હાદીની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કર્યાં બાદ સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અજ્ઞાત બંદૂકધારીઓએ વિદ્યાર્થી નેતાની ઓખળ ધરાવતા મોતાલેબ સિકદરને ગોળી મારી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ હાલ યુનુસ દેશની કમાન સંભાળી રહ્યાં છે. બીજી તરફ કટ્ટરવાદી તત્વો હાવી થઈ રહ્યાં છે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય બને અને મજબુત સરકાર બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે અને ફેબ્રુઆરી 2026માં ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન થોડા દિવસ પહેલા જ કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદી ઉપર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હાદીનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાદીના મોત બાદ કટ્ટરપંથીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા અને તોડફોડ અને આગચંપની ઘટનાને અંજામ આપવાનું શરૂ કર્યું છે. હજુ પણ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય બની નથી. દરમિયાન અજ્ઞાત બંદૂકધારીઓએ છાત્ર નેતૃત્વવાળી નેશનલ સિટીઝન પાર્ટીના નેતા ઉપર હુમલો કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર બીએનપીના ખુલના ડિવિજનલ હેડ મોતલેબ સિકંદર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સિકંદરને માથામાં ગોળી વાગી છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાદી ભારત વિરોધી નિવેદન માટે જાણીતો હતો. વર્ષ 2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન હાદી પ્રકાશમાં આવ્યો હતો.


