HomeAgency NewsVIDEO: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પીઝાહટનું ઉદ્દઘાટન કર્યું, કંપનીએ કહ્યું- આ તો ફેક...

VIDEO: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પીઝાહટનું ઉદ્દઘાટન કર્યું, કંપનીએ કહ્યું- આ તો ફેક સ્ટોર છે

રાવલપિંડી, 21 જાન્યુઆરી, 2026 – fake Pizza Hut store in Pakistan પાકિસ્તાનના સંરક્ષણપ્રધાને વધુ એક વખત છબરડો કર્યો છે અને તેને કારણે દુનિયામાં પાકિસ્તાન સરકાર હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.

શું છે ઘટના?

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અવારનવાર શરમજનક સ્થિતિમાં મુકાવા માટે ટેવાયેલા છે. પછી તે ‘ઓપરેશન સિંદૂર’ અંગેના ખોટા દાવા હોય કે પિઝા હટના નકલી આઉટલેટ્સનો મામલો હોય.

જુઓ વીડિયો

ખ્વાજા આસિફ અત્યારે પાકિસ્તાનના સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પિઝા હટના એક નકલી આઉટલેટનું ઉદ્ઘાટન કરવા બદલ સમાચારમાં છે.

પિઝા હટ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, આ એક અનધિકૃત અને નકલી આઉટલેટ છે જે તેમની બ્રાન્ડનું નામ અને ઓળખનો (લોગો વગેરે) ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

fake Pizza Hut store in Pakistan
fake Pizza Hut store in Pakistan
સંબંધિત લેખો

Most Popular