1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળતા જ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળતા જ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળતા જ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો

0
Social Share

તહેરીન, 9 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેનેઈએ દેશનું સૌથી શક્તિશાળી પદ સંભાળતાની સાથે જ ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કરી દીધો છે. સત્તા પરિવર્તન સાથે જ ઈરાને આક્રમક વલણ અપનાવીને મધ્ય પૂર્વમાં યુદ્ધની ચિંતા વધારી દીધી છે.

સ્ટેટ બ્રોડકાસ્ટરના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક રિપબ્લિકના નવા સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનેઈની નિમણૂક બાદ ઈરાને સોમવારે ઈઝરાયેલ તરફ મિસાઈલોની એક નવી લહેર છોડી હતી. IRIB એ તેની ટેલિગ્રામ ચેનલ પર નિવેદન આપતા કહ્યું કે, “ઈરાને અયાતુલ્લાહ સૈય્યદ મોજતબા ખામેનેઈના નેતૃત્વમાં કબજાવાળા વિસ્તારો તરફ મિસાઈલોની પહેલી લહેર દાંધી છે.”

મોજતબા ખામેનેઈનો જન્મ 8 સપ્ટેમ્બર, 1969 ના રોજ ઈરાનના ઉત્તર-પૂર્વીય શહેર મશહદમાં થયો હતો, જે શિયા મુસ્લિમો માટે એક મોટું ધાર્મિક કેન્દ્ર છે. તેઓ અયાતુલ્લાહ અલી ખામેનેઈના છ બાળકોમાંથી એક છે, જેમણે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ઈરાનના સુપ્રીમ લીડર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મોજતબાએ ધીમે ધીમે ઈરાનના રાજકીય અને ધાર્મિક સંગઠનોમાં પોતાનો મજબૂત પ્રભાવ ઊભો કર્યો હતો.

સત્તાવાર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી અને મીડિયાથી દૂર રહેવાની તેમની આદતે વર્ષો સુધી પડદા પાછળની તેમની શક્તિ વિશે અનેક અટકળોને હવા આપી હતી. 56 વર્ષની વયે, તેઓ હવે 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ‘એક્સપર્ટ્સની એસેમ્બલી’ દ્વારા ચૂંટાયેલા બીજા સુપ્રીમ લીડર બની ગયા છે.

મોજતબા ખામેનેઈએ ઈરાનમાં શિયા ધાર્મિક શિક્ષણના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાતા પવિત્ર શહેર કોમ (Qom) માં ઇસ્લામિક થિયોલોજી (ધર્મશાસ્ત્ર) નો અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે ત્યાં ધાર્મિક શિક્ષણ પણ આપ્યું અને ‘હુજ્જત અલ-ઇસ્લામ’ નો પાદરી રેન્ક મેળવ્યો, જે તેમના પિતાના ‘અયાતુલ્લાહ’ રેન્કથી નીચેનો એક મિડ-લેવલનો ખિતાબ છે.

મોજતબા ખામેનેઈ લાંબા સમયથી ઈરાનની શક્તિશાળી સુરક્ષા પ્રણાલી, ખાસ કરીને ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. ઈઝરાયેલ પર તાજેતરમાં થયેલો હુમલો તેમની સૈન્ય પરની પકડ અને આક્રમક વિદેશ નીતિનો સ્પષ્ટ સંકેત આપે છે.

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ અને જય શાહ ટ્રોફી સાથે હનુમાન મંદિરે પહોંચ્યા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code