1. Home
  2. ગુજરાતી
  3. પહેલગામ: લારી પોરાની એક રિસોર્ટમાં ભીષણ આગ, મોટી જાનહાની ટળી
પહેલગામ: લારી પોરાની એક રિસોર્ટમાં ભીષણ આગ, મોટી જાનહાની ટળી

પહેલગામ: લારી પોરાની એક રિસોર્ટમાં ભીષણ આગ, મોટી જાનહાની ટળી

0
Social Share

નવી દિલ્હી, 17 માર્ચ 2026: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ હિલ સ્ટેશન પહેલગામના લારી પોરા વિસ્તારમાં આવેલ ‘અસાલ રિસોર્ટ’માં ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રિસોર્ટની ત્રણ બિલ્ડિંગો આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ ઓલવવાની કામગીરી દરમિયાન રિસોર્ટમાં રાખેલા ગેસ સિલિન્ડરોમાં જોરદાર બ્લાસ્ટ થવા લાગ્યા હતા. આ બ્લાસ્ટને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી અને ફાયર જવાનોને કામગીરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો: સાણંદના વિરોચનગર નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત બાદ આગ લાગતા બેના મોત

(ફાઈલ ફોટો)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code