1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 2 મે, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યે ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન અને હારેલા ઉમેદવારોને આશ્વાસનની પરંપરાગત વિધિ પણ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. દરેક ચૂંટણી અને દરેક પરિણામ કેટલીક અસરો છોડી જતી હોય છે જેની ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાક એવાં વ્યક્તિત્વ અને પાત્રો હોય છે જેમના વિના ચૂંટણીનાં પરિણામોની કલ્પના અશક્ય હોય છે.

રાજકીય માધ્યમથી પણ સમાજના પ્રત્યેક વર્ગને એક સરખું મહત્ત્વ આપીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ તેમજ સૌના પ્રયાસના પીએમ નરેન્દ્ર મોદીના સૂત્રને સાકાર કરવા માટેની ધગશનું આ પ્રતીક છે. આવી ધગશ, આવી રાષ્ટ્રભાવના, આવી સર્વગ્રાહી દૃષ્ટિ ગુજરાત ભાજપના વર્તમાન નેતૃત્વમાં અર્થાત શ્રી જગદીશભાઈ વિશ્વકર્મામાં છે એ વાત વિરોધીઓએ પણ સ્વીકારવી પડશે.

ચૂંટણીમાં હાર-જીતનો આધાર માત્ર નેતા ઉપર નથી હોતો, પરંતુ નેતાનું નેતૃત્વ કેવી રીતે પક્ષના કાર્યકરોને, અને તેમના દ્વારા મતદારોને કેવી રીતે તથા કેટલા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે તેના ઉપર પણ ઘણો મદાર રહે છે. આ સંદર્ભમાં ગુજરાત ભાજપના વર્તમાન નેતૃત્વની ચર્ચા થવી જ જોઈએ.

બૂથ કાર્યકર્તાથી પ્રદેશ અધ્યક્ષ સુધીની સફર

ભારતીય જનતા પાર્ટીમાં તદ્દન સામાન્ય કાર્યકર તરીકે પક્ષની સાથે જોડાનાર વ્યક્તિ પણ એક દિવસ ટોચના સ્થાને પહોંચી શકે છે એવા અગણિત દાખલા છે. જગદીશભાઈ વિશ્વકર્મા આવું જ એક ઉદાહરણ છે.

જગદીશભાઈ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ તેમની પ્રથમ કસોટી હતી અને એવું કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી કે તેઓ આ પરીક્ષામાં સાંગોપાંગ ઉત્તીર્ણ થયા છે. ચૂંટણી દરમિયાન તેમણે દરેક જિલ્લાનો પ્રવાસ કર્યો છે, શક્ય તેટલા વધુ કાર્યકરોને મળ્યા છે, તેમની સાથે વાતચીત કરી છે, તેમને પ્રેરણા આપી છે અને પક્ષને જીત અપવવા તેમને પ્રોત્સાહિત કર્યા છે.

વાસ્તવમાં બહુ ઓછા લોકોને ખબર હશે કે જગદીશભાઈ ગુજરાત ભાજપના પ્રથમ પ્રદેશ અધ્યક્ષ છે જેમણે ભાજપમાં બૂથ કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી અને આજે રાજ્યમાં પક્ષનું નેતૃત્વ કરવા સુધીની સફર ખેડી છે.

સાચી વાત એ છે કે, ભાજપમાં જે જૂના પ્રતિબદ્ધ નેતાઓની એક વિશિષ્ઠ લાક્ષણિકતા હોય છે. તેઓ પક્ષના કાર્યકરો સાથે માત્ર સંગઠનાત્મક રીતે જ નહીં પરંતુ ભાવનાથી અને ક્યારેક પારિવારિક સંબંધો જોવી લાગણીથી જોડાયેલા હોય છે. આ જ કારણે ખાસ કરીને ગુજરાતમાં ભાજપ 30 કરતાં વધુ વર્ષથી સતત જીતે છે, સતત આગળ વધે છે.

આવી જ લાક્ષણિકતા, આવો જ અનુબંધ જગદીશભાઈ વિશ્વકર્માએ નેતા તરીકે, ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે અને હવે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જાળવી રાખ્યો છે. આ માટે અનેક ઉદાહરણ મળી રહે છે. જેમ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એવા કેટલાક લોકોને ટિકિટ આપવામાં આવી જેમના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. જેમના વિશે ભાગ્યે જ કોઈ ચર્ચા કરતા હોય છે. મહેસાણામાં ભાજપ કાર્યાલયમાં કામ કરતા રમેશભાઈ ભીલ. દાયકાઓની રમેશભાઈની સેવાઓને ધ્યાનમાં લેવી અને તેમને નગરસેવક બનવા માટેની તક આપવી એ માત્ર ભાજપમાં શક્ય છે અને એ માટે જગદીશભાઈની પસંદગીની નોંધ લેવાવી જ જોઈએ.

કાર્યકર્તા ક્યારેય પૂર્વ થતો નથી…

એ જ રીતે બેચરાજીના સણસીબેનને પણ ટિકિટ આપવામાં આવી અને તેઓ પણ ચૂંટાયા. સણસીબેન સાવ નાની દુકાન ચલાવે છે પરંતુ ભાજપ પ્રત્યેની તેમની લાગણી, તેમની કામગીરી એવી કે જગદીશભાઈના નેતૃત્વ હેઠળ પક્ષે તેમને ચૂંટણીમાં ઊભા રાખ્યા અને જીત્યા પણ ખરા. આ વાતની ગૌરવભેર નોંધ રાજ્યના એક ટોચના સામાજિક કાર્યકર મિત્તલબેન પટેલે પણ લીધી છે. (જુઓ વીડિયો)

શિસ્ત અને શિષ્ટાચારનો સમન્વય

ભાજપમાં એવા અગણિત નેતા મળી આવે જેમની શિસ્ત માટે, જેમની પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે સૌકોઈને માન થાય. પણ આ શિસ્તની સાથે શિષ્ટાચાર ઉમેરાય તો નેતૃત્વ અનેકગણી વધારે સકારાત્મક અસર ઉપજાવી શકે છે. જગદીશભાઈમાં આ બંને બાબતનો અભૂતપૂર્વ સમન્વય છે. જગદીશભાઈ પક્ષના ટોચના નેતાઓને મળે કે પછી ગ્રામ્ય સ્તરના પક્ષના કાર્યકરને—દરેક સાથે તેમનો વ્યવહાર સમત્વવાળો જોવા મળ્યો છે એવું તેમને નજીકથી ઓળખનાર દરેક વ્યક્તિ અચૂક કહેશે. કોઈ કાર્યકરના પરિવારમાં અવસાન થાય તો જગદીશભાઈનું પ્રદેશ અધ્યક્ષપદ પાછળ ખસી જાય અને તેઓ એક સ્વજનની જેમ એ કાર્યકરના ઘરે પહોંચી જાય એટલું જ નહીં પરંતુ વડીલની જેમ એ પરિવારને સધિયારો આપે એવો અનુભવ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી.

પક્ષ માટે સતત કાર્યશીલ રહેવાની સાથે આવી સામાજિક જવાબદારીઓ પણ નિભાવવાનું બધા માટે શક્ય નથી હોતું.

કાર્યકરો માટે જગદીશભાઈએ કયો શબ્દપ્રયોગ કર્યો?

તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય મળ્યા પછી રાજકીય સમીક્ષક અને એનઆઈએમસીજેના ડિરેક્ટર ડૉ. શિરીષભાઈ કાશીકરે એક લેખ લખ્યો હતો. એ લેખમાં તેમણે ભાજપના કાર્યકરો માટે દેવદુર્લભ કાર્યકર્તા શબ્દપ્રયોગ કર્યો હતો. (અહીં વાંચો એ લેખ – (“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..? )

આવી જ લાગણી અને આદર જગદીશભાઈ પણ પક્ષના કાર્યકરો માટે ધરાવે છે અને તેથી જ તેમણે 30 એપ્રિલ, 2026ના બનાસકાંઠાના એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો માટે દેવતુલ્ય કાર્યકર્તા શબ્દપ્રયોગ કર્યો હતો.

સમાજના વિવિધ વર્ગ સાથે પણ સતત સંવાદ

jadishbhai vishwakarma
jadishbhai vishwakarma

સમાચાર માધ્યમ તરીકે રિવોઈના ધ્યાનમાં એ વાત પણ આવી છે કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે નિભાવવા ઉપરાંત જગદીશભાઈ વિશ્વકર્મા સમાજના વિવિધ વર્ગના લોકોને પણ મળતા રહે છે અને તેમની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરે છે. થોડા સમય પહેલા આવો જ એક સંવાદ તેમણે યુવા બિઝનેસ અગ્રણીઓ તેમજ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ સાથે પણ કર્યો હતો. યુવા ચૌપાલ નામે આ કાર્યક્રમ કોઈ પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ સમાજનો અભિપ્રાય ઘડી રહેલા તેજસ્વી લોકો પાસેથી રાષ્ટ્ર નિર્માણની દિશામાં વધુ સારી કામગીરી કરવા માટે વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code