ટોરેન્ટ પાવરની Q૪ ૨૦૨૫-૨૬ના પરિણામોની જાહેરાત: નાણાંકીય વર્ષ માટે ૨૦૦% ડિવિડન્ડ જાહેર
અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટર અને નાણાંકીય વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ₹૬૩૭ કરોડની એક વખતની, નોન-કેશ ડિફર્ડ ટેક્સ લાયબિલિટીના રિવર્સલને સમાયોજિત કર્યા બાદ, વર્ષ માટે TCIમાં ₹ ૯૨ કરોડનો વધારો નોંધાયો હતો. આ વધારામાં મુખ્યત્વે નીચેના પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે :
- લાઇસન્સ ધરાવતા અને ફ્રેન્ચાઇઝી ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયોના ઓપરેશનલ પ્રદર્શનમાં સુધારો.
- રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે સુધરેલું ઓપરેશનલ પ્રદર્શન, જોકે નવા પ્રોજેક્ટ્સના અમલીકરણને કારણે વધેલા વ્યાજ અને ડિપ્રિશિયેશન ખર્ચથી આ અસર આંશિક રીતે ઓછી જોવા મળી હતી.
- ગેસ આધારિત વીજ ઉત્પાદન વ્યવસાયનું યોગદાન બદલાતી વીજ માંગ અને ગેસ બજારની અસ્થિરતાને કારણે મર્યાદિત રહ્યું .
- નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન નોન-કરન્ટ ઇન્વેસ્ટમેન્ટના વેચાણમાંથી થયેલો નફો.
૩૧ માર્ચ, ૨0૨૬ ની સ્થિતિએ કંપની પાસે મજબૂત બેલેન્સ શીટ છે અને ખાનગી વીજ ક્ષેત્રની કંપનીઓમાં શ્રેષ્ઠ નાણાકીય ગુણોત્તરોમાંની એક સ્થિતિ ધરાવે છે. કંપનીનું ચોખ્ખુ દેવું: ઇક્વિટી ગુણોત્તર ૦.૬૭ અને ચોખ્ખુ દેવું: EBITDA ગુણોત્તર ૨.૦૬ રહ્યો હતો.
કંપનીના પ્રદર્શન અંગે માહિતી આપતા ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જિનલ મહેતાએ જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ અમારી વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નન સાબિત થયું છે, કારણ કે અમે સ્થિર અને મજબૂત વિકાસના આગામી તબક્કા માટે તૈયાર થઈ રહ્યા છીએ. અમારી લાંબા ગાળાના આયોજનને ધ્યાનમાં રાખીને, અમે રિન્યુએબલ ઉર્જા, થર્મલ અને સ્ટોરેજ સોલ્યુશન્સ વ્યવસાયના વિસ્તરણ માટે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. થર્મલ વ્યવસાયમાં, અમે ૩ GW ક્ષમતા વધારવા માટે ₹૩૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવાનો નિર્ધાર કરેલ છે, જેમાં મધ્ય પ્રદેશમાં ૧,૬૦૦ MWના નવા પાવર પ્રોજેક્ટની શરૂઆત અને ૧,૪૦૦ MWના નાભા પાવરના વ્યૂહાત્મક અધિગ્રહણનો સમાવેશ થાય છે, જે થર્મલ પાવર ઉત્પાદન ક્ષેત્રમાં અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
અમે BP અને JERA જેવી વૈશ્વિક કંપનીઓ સાથે લાંબા ગાળાના LNG ભાગીદારી કરારો થકી અમારી ગેસ આધારિત પોર્ટફોલિયોની ઇંધણ સુરક્ષા મજબૂત બનાવી છે, સાથે જ બજારની તકોનો લાભ લેવા માટે કેટલીક ક્ષમતાઓ ખુલ્લી રાખી છે. અમારો ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાય અમારા કાર્યક્ષમ ઓપરેટિંગ મોડેલની મજબૂતી અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને સતત પ્રતિબિંબિત કરે છે. અમારા લાઇસન્સી વ્યવસાયોમાં અમે ૨.૩૩% ડિસ્ટ્રિબ્યુશન લોસ હાંસલ કર્યો છે, જે દેશમાં સૌથી ઓછો છે. ઉપરાંત, ૬૫ ડિસ્કોમ્સ વચ્ચે રાષ્ટ્રીય રેન્કિંગમાં અમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને ગ્રાહકના અમારા પરના વિશ્વાસ પ્રત્યેની અમારી પ્રાથમિકતાને વધુ મજબૂત બનાવે છે.
આગામી સમયમાં, અમે રિન્યુએબલ, થર્મલ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવતું વૈવિધ્યસભર ઊર્જા પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ. ભારતનું વીજ ક્ષેત્ર હવે વધુ માંગ ધરાવતા વિકાસના તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને અમે ભારતમાં ઉર્જાની માંગમાં આવી રહેલ પરિવર્તનને પહોંચી વળવા લાંબા ગાળાના મૂલ્ય સર્જન માટે ઉત્તમ સ્થિતિમાં છીએ. મધ્ય-પૂર્વની અસ્થિર પરિસ્થિતિઓના કારણે નજીકના ભવિષ્યમાં કેટલાક પડકારો ઉભા થઈ રહ્યા હોવા છતાં, ભારતનું વીજ ક્ષેત્ર મજબૂત માંગ અને ઉજ્જવળ ભવિષ્યના વિકાસની સંભાવનાઓથી સશક્ત છે. મજબૂત નાણાકીય તાકાત અને વ્યૂહાત્મક દિશાના આધાર પર, અમે અમારા તમામ હિતધારકો માટે મજબૂત વિકાસ અને લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરવાની અમારી ક્ષમતા અંગે પૂર્ણ રીતે આશ્વસ્ત છીએ.”
આજે યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પ્રતિ ઇક્વિટી શેર ₹૫.૦૦ ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ ડિવિડન્ડ પ્રતિ ઇક્વિટી શેર ₹૨૦.૦૦ નિર્ધારીત કરાયો છે, જેમાં પ્રતિ શેર ₹૧૫.૦૦નો ઇન્ટરિમ ડિવિડન્ડ અને પ્રતિ શેર ₹૫.૦૦નો અંતિમ ડિવિડન્ડ સમાવેશ થાય છે.


