1. Home
  2. Agency
  3. News
  4. કોલકાતામાં શુભેન્દુ સરકારે ટ્રામ સેવા ફરી શરૂ કરી, જુઓ Video
કોલકાતામાં શુભેન્દુ સરકારે ટ્રામ સેવા ફરી શરૂ કરી, જુઓ Video

કોલકાતામાં શુભેન્દુ સરકારે ટ્રામ સેવા ફરી શરૂ કરી, જુઓ Video

0
Social Share

કોલકાતા, 18 મે, 2026કોલકાતામાં તેની ઓળખ સમાન ટ્રામ સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. આ ટ્રામ ટ્રેન શરૂ થતાં શહેરના હજારો લોકોએ રાહતનો દમ લીધો છે જેમના માટે આ સસ્તી અને અનુકૂળ પરિવહન સેવા એક પ્રકારે તેમના જીવનનું અભિન્ન અંગ હતું, જે હવે ફરી જીવંત થયું છે.

લગભગ બે વર્ષના ગાળા બાદ ગઈકાલે પુનઃ શરૂ થયેલી ટ્રામ સેવાને શહેરના લોકોએ આવકારી હતી એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકોએ તેમાં મુસાફરી કરીને પોતાના કામના સ્થળે અને ત્યાંથી ઘરે પરત આવતા જોવા મળ્યા હતા. જુઓ વીડિયો…

ક્યારે બંધ થઈ હતી ટ્રામ?

2024ના સપ્ટેમ્બરમાં તત્કાલીન મમતા બેનરજી સરકારે સામાન્ય લોકો માટેની આ સૌથી સુલભ પરિવહન વ્યવસ્થાને બંધ કરી દીધી હતી. છેક ત્યારથી અનેક લોકો તે ફરી શરૂ કરવા માગણી કરી રહ્યા હતા અને ક્યારેક ક્યારેક એ માટે દેખાવો પણ કરતા હતા.

વર્ષ 1873 થી કોલકાતા શહેરની સંસ્કૃતિ અને સુંદરતાનો અભિન્ન ભાગ રહેલી ટ્રામ સિસ્ટમ હવે ઈતિહાસના પાનાઓમાં સમેટાવવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળ સરકારે શહેરની ટ્રાફિક સમસ્યાઓને કારણે આ ઐતિહાસિક સેવાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ સેવા સંપૂર્ણપણે બંધ નહીં થાય, તેનો એક રૂટ ચાલુ રાખવામાં આવશે.

કોલકાતા, જે ભારતમાં કાર્યરત ટ્રામ સિસ્ટમ ધરાવતું છેલ્લું શહેર છે, તે હવે માત્ર એસ્પ્લેનેડ (Esplanade) અને મેદાન (Maidan) વચ્ચેનો રૂટ જ ચાલુ રાખશે. આ રૂટને એક નોસ્ટાલ્જિક (યાદગાર) અનુભવ તરીકે જાળવી રાખવામાં આવશે, જે વિક્ટોરિયા મેમોરિયલ જેવી ઐતિહાસિક ધરોહરો, મેદાનની હરિયાળી અને ક્રિકેટ-ફૂટબોલ રમતા બાળકોના નજારા સાથે એક આહલાદક જોયરાઈડ (મનોરંજન માટે મુસાફરી) પ્રદાન કરશે.

ભલે આ નિર્ણય એક યુગના અંત સમાન છે, પરંતુ મુસાફરો હજુ પણ આ આઇકોનિક ટ્રામની પરંપરાગત લાકડાની બેન્ચ પર બેસીને અને તેની ધીમી ગતિનો આનંદ માણી શકશે. સફેદ અને વાદળી રંગની આ ટ્રામ કાર બંગાળીઓના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે અને તે શહેરની અનોખી ઓળખનું પ્રતીક છે.

સરકારના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે, અને ઘણા લોકો આટલા ઐતિહાસિક પરિવહન માધ્યમને ગુમાવવા બદલ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “એક યુગનો અંત.. કોલકાતા ટ્રામનો 151 વર્ષ જૂનો વારસો સમાપ્ત થઈ રહ્યો છે.. આ આઇકોનિક પ્રકરણ પર પડદો પડતાંની સાથે જ આપણે ઇતિહાસના એક અંશને વિદાય આપી રહ્યા છીએ. આવનારી પેઢીઓ હવે માત્ર ઝાંખા પડી ગયેલા ફોટોગ્રાફ્સ અને ભૂતકાળની વાર્તાઓ દ્વારા જ ટ્રામને જાણી શકશે. RIP કોલકાતા ટ્રાન્સ.”

આ પણ વાંચોઃ મંદિરોના પૂજારીઓના વેતન માટે કમિશન બનાવવાની અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

બીજા એક યુઝરે લખ્યું, “કોલકાતામાં હેરિટેજ ટ્રાન્સપોર્ટના 150 વર્ષ: ટ્રામ બંધ થઈ ગઈ. કોલકાતાના રસ્તાઓ પર તેની ખોટ ખૂબ સાલશે.”

જ્યારે ત્રીજા યુઝરે પોતાનો આક્રોશ ઠાલવતા લખ્યું, “હેરિટેજ અને ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) ના પ્રતીક સમાન કલકત્તાની સદીઓ જૂની ટ્રામ સિસ્ટમને બંધ કરવા બદલ સત્તાધીશોને શાબાશી! તેને આધુનિક બનાવવાના બદલે તેમણે તેને નષ્ટ થવા દીધી- જ્યારે તમે ઇતિહાસને ભૂંસી શકો છો તો પછી તેને સાચવવાની શું જરૂર છે? જ્યારે રસ્તાઓ પર ટ્રાફિકની અંધાધૂંધી જ સર્વોપરી હોય, ત્યારે ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટની કોને જરૂર છે? કોલકાતાના આત્માનો વધુ એક ટુકડો, કોઈપણ વિચાર કર્યા વગર ફેંકી દેવામાં આવ્યો.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code