1. Home
  2. ગુજરાતી
  3. IPL: હૈદરાબાદની ટીમ એક જ સિઝનમાં સૌથી વધુ વખત 200 થી વધુ રન બનાવનારી ટીમ બની
IPL: હૈદરાબાદની ટીમ એક જ સિઝનમાં સૌથી વધુ વખત 200 થી વધુ રન બનાવનારી ટીમ બની

IPL: હૈદરાબાદની ટીમ એક જ સિઝનમાં સૌથી વધુ વખત 200 થી વધુ રન બનાવનારી ટીમ બની

0
Social Share

હૈદરાબાદ, 23 મે 2026: આઈપીએલની 19મી સિઝન હવે ધીમે ધીમે તેના રોમાંચક ચરમસીમા પર પહોંચી રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉપ્પલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં હૈદરાબાદે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 55 રને કારમો પરાજય આપ્યો હતો. આ મેચમાં હૈદરાબાદે 250થી વધુનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેણે ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. આ મેચ SRH અને RCB બંનેની છેલ્લી લીગ મેચ હતી અને બંને ટીમો પહેલેથી જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. આ શાનદાર જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સની જેમ હૈદરાબાદના પણ 14 મેચમાં 18 અંક થઈ ગયા છે. પરંતુ, બહેતર નેટ રન રેટનાઆધારે RCB પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને, ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું છે.

હૈદરાબાદને ટોપ-2 માં પોતાની જગ્યા પાક્કી કરવા માટે આ મેચ 90 કે તેથી વધુ રનના મોટા અંતરથી જીતવી જરૂરી હતી, પરંતુ ટીમ આમ કરી શકી નહીં. પરિણામે, શાનદાર જીત મેળવવા છતાં હૈદરાબાદ ટોપ-2 માં એન્ટ્રી કરવામાં નિષ્ફળ રહ્યું અને હવે તેણે ફાઇનલમાં પહોંચવા માટે ‘એલિમિનેટર’ મેચ રમવી પડશે. બીજી તરફ, હાર છતાં RCB ટોચ પર યથાવત છે અને હવે તેનો સામનો ‘ક્વોલિફાયર-1’ માં ગુજરાત ટાઇટન્સ સામે થશે. આનો સીધો અર્થ એ છે કે પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર રહેલી RCB અને ગુજરાતની ટીમોને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળશે.

RCB સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે જબરદસ્ત બેટિંગ કરતા 250 થી વધુનો સ્કોર ખડક્યો હતો. આ સાથે જ હૈદરાબાદ IPL ની કોઈ એક જ સિઝનમાં સૌથી વધુ વખત 200 થી વધુનો સ્કોર કરનારી ટીમ બની ગઈ છે. રનોના અંતરની દ્રષ્ટિએ જોઈએ તો, RCB સામે હૈદરાબાદની આ બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા વર્ષ 2019 માં હૈદરાબાદના જ હોમ ગ્રાઉન્ડ પર SRH એ RCB ને 118 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. હવે ક્રિકેટ પ્રેમીઓની નજર આગામી પ્લેઓફના રોમાંચક મુકાબલાઓ પર ટકેલી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code