1. Home
  2. revoinews
  3. લશ્કરી અને પોલીસ ભરતી પૂર્વે બનાસકાંઠાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગો યોજાશે
લશ્કરી અને પોલીસ ભરતી પૂર્વે બનાસકાંઠાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગો યોજાશે

લશ્કરી અને પોલીસ ભરતી પૂર્વે બનાસકાંઠાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગો યોજાશે

0
Social Share
  • રોજગાર કચેરી પાલનપુર દ્વારા અર્ધ લશ્કરી અને પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છુક પુરુષ ઉમેદવારો માટે વિનામૂલ્યે તાલીમ: ૧૫ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ

પાલનપુર, 26 મે 2026 – જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર (બનાસકાંઠા) દ્વારા લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ ફોર્સ તેમજ સિક્યુરિટી ગાર્ડમાં જોડાવા ઇચ્છુક બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારના માત્ર પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વેના એક માસના વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને પ્રોત્સાહન આપવાના આશયથી આગામી દિવસોમાં આવા કુલ-૦૫ (પાંચ) નિવાસી તાલીમ વર્ગો યોજાનાર છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે નિયત લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની પ્રિ-સ્ક્રુટીની (પ્રાથમિક ચકાસણી) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તાલીમ માટે આખરી પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, લૂંટારાએ સ્ટોરમાં ઘૂસી ગોળીબાર કર્યો

આ નિવાસી તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ, ૧૨ પાસ કે તેથી વધુ હોવી જોઈએ. આ ઉપરાંત શારીરિક માપદંડમાં ઉમેદવારની ઊંચાઈ ૧૫૮ સેન્ટીમીટરથી વધુ, છાતી ૭૭ સેમી (ફૂલાવ્યા વગર) અને ૮૨ સેમી (ફૂલાવેલી) તેમજ વજન લઘુતમ ૫૦ કિલોગ્રામ હોવું જરૂરી છે.

ઉપરોક્ત તમામ લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા અને આ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ પાત્ર પુરુષ ઉમેદવારોએ આગામી તા. ૧૫/૦૬/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/RuV7FKSDG2bpyt5x8 પર પોતાની સંપૂર્ણ વિગતો સચોટ રીતે ભરવા પાલનપુરના રોજગાર અધિકારીશ્રી એમ. જે. પ્રજાપતિની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code