સૂર્ય ઊર્જાના ક્ષેત્રમાં અમેરિકાને પાછળ રાખી ભારત બીજા ક્રમે પહોંચ્યું
રિવોઈ ન્યૂઝ, 28 મે 2026 – સૂર્ય ઊર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં આ અઠવાડિયે ભારતે એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. આ બાબતે અમેરિકાને પાછળ રાખીને ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે.
અહેવાલો અનુસાર ભારતે ગત વર્ષે અર્થાત 2025માં સૂર્ય ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં 50 ગીગાવૉટનો વધારો કર્યો હતો. તે સાથે હાલ ભારતની ઉત્પાદન ક્ષમતા 150 ગીગાવૉટ થઈ ગઈ છે.
ડીડી ન્યૂઝની એક X પોસ્ટ અનુસાર, ભારત હવે બીજા નંબરનું સૌથી વિશાળ સૂર્ય ઊર્જા બજાર બની ગયું છે.
India becomes the World’s 2nd Largest Solar Market!
China remains No. 1, while India has overtaken the United States (now No. 3) to secure the second position globally in the solar energy market.
With record installations pushing cumulative solar capacity beyond 155 GW, India… pic.twitter.com/Uxue6M8TCa
— DD News (@DDNewslive) May 27, 2026
આ પણ વાંચોઃ જેન-ઝી સહિત તમામે વીર સાવરકરને સમજવા માટે આ આઠ ફિલ્મ, નાટક, ડોક્યુમેન્ટ્રી અચૂક જોવી જોઈએ
આ અહેવાલ અનુસાર ચીન પ્રથમ નંબરે છે, જ્યારે ભારતે અમેરિકાને પાછળ રાખીને બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. તે સાથે અમેરિકા સૂર્ય ઊર્જાના બજારના બાબતમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
155 ગીગાવૉટ કરતાં વધુની સર્વગ્રાહી ઊર્જા ઉત્પાદન ક્ષમતા સાથે ભારત ખૂબ ઝડપથી સ્વચ્છ ઊર્જાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે.
નોંધપાત્ર છે કે આ બાબતની નોંધ વિદેશી નિરીક્ષકોએ પણ લીધી છે અને તે અંગે તેમણે તેમના સોશિયલ મીડિયા ઉપર આનંદ વ્યક્ત કર્યો છે.
એરિક સોલહેમ નામના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પર્યાવરણવિદે (જેમણે તાજેતરમાં પીએમ મોદીની નોર્વેની મુલાકાત દરમિયાન પત્રકાર વિવાદ મુદ્દે પણ ભારતનો પક્ષ લઈને નોર્વેજિયન મહિલા પત્રકારને એક્સપોઝ કર્યા હતા) ગઈકાલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર લખ્યું કે, ભારતને 50 ગીગાવૉટની ક્ષમતા સુધી પહોંચતા 11 વર્ષ લાગ્યા હતા. ત્યારપછી બીજી 50 ગીગાવૉટ ક્ષમતા હાંસલ કરતાં ત્રણ વર્ષ લાગ્યા હતા અને હવે ત્રીજી વખત 50 ગીગાવૉટની ક્ષમતા માત્ર 14 મહિનામાં હાંસલ કરી લીધી છે અને એ રીતે અમેરિકાને ત્રીજા ક્રમે ધકેલી દીધું છે.
Congrats India 🇮🇳 – now the world’s second largest solar market.
→ 50 Gigawatt of new solar capacity added in 2025 alone
→ Total installed capacity now at 150 Gigawatt
→ China holds #1. The United States has slipped to #3.US is still number 2 in total installed solar… pic.twitter.com/qgoHnNaXM0
— Erik Solheim (@ErikSolheim) May 27, 2026
અહીં નોંધવું જોઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં ભારત સરકારે આ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, દેશ ચાલુ વર્ષે સૂર્ય ઊર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરશે અને ટોચના ત્રણ દેશોમાં બીજું સ્થાન હાંસલ કરશે. તે સમયે (જાન્યુઆરી 2026માં) આ અંગેના અહેવાલો એનર્જી વર્લ્ડ.કોમ સહિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત થયા હતા. અને હવે આ મહિને દેશે એ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.


