ચાર મુસાફરોની એક સરખી ફરિયાદ, એક સરખા ફોટા! વંદે ભારત ટ્રેનને બદનામ કરવાનું કાતવરું
રિવોઈ ન્યૂઝ, 3 જૂન 2026 – શું દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતને બદનામ કરવાનું કોઈ વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે? આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કે, એક રાષ્ટ્રવાદી વ્યક્તિએ એવા ચાર જણની X પોસ્ટનો હવાલો આપીને કહ્યું છે કે, એવું કેવી રીતે બની શકે કે ચાર મુસાફર, ચાર અલગ અલગ દિવસે, ચાર અલગ અલગ શહેરમાં મુસાફરી કરતા હોય અને દરેકને બિલકુલ એક સરખા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે!
એટલું જ નહીં પરંતુ આ ચારેય વ્યક્તિ એક જ પ્રકારના ફોટા પણ કેવી રીતે પાડી અને શૅર કરી શકે તેવો મહત્ત્વનો પ્રશ્ન પણ આ વ્યક્તિએ ઉઠાવ્યો છે.
બેસુરા તાનસેન નામના હેન્ડલ કોઈ સમીર નામની વ્યક્તિનું છે અને તેમણે આ સંભવિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે.
What a coincidence!
4 people travelling in different parts of country on different dates, all had worst experience and clicked the same pic
But if someone exposes their toolkit they will be labeled as Bhakts.
They just hate how railways keeps adding new Vande Bharats pic.twitter.com/jVfderH6LG
— Sameer (@BesuraTaansane) June 2, 2026
સમીર લખે છે કે, “આ તે કેવો યોગાનુયોગ છે!
ચાર વ્યક્તિ દેશના ચાર અલગ અલગ ભાગમાં, અલગ અલગ તારીખોએ મુસાફરી કરે છે અને દરેકને એક સમાન ખરાબ અનુભવ થાય છે અને તેઓ એક સમાન ફોટા ક્લિક કરે છે.”
તે કહે છે કે, “પરંતુ જો કોઈ વ્યક્તિ આ લોકોની ટૂલકિટને ખૂલ્લી પાડે તો તેમને ભક્ત તરીકે ચીતરી દેવામાં આવે છે.
આ લોકો રેલવેને ધિક્કારે છે જે નિયમિત રીતે નવી વંદે ભારત ટ્રેનોનો ઉમેરો કર્યા કરે છે.”
આ પણ વાંચોઃ મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ! 59 ધારાસભ્યોએ અલગ જૂથની માગણી કરી
બેસુરા તાનસેન અર્થાત સમીરે આ સાથે ચારેય મુસાફરની એક્સ પોસ્ટના સ્ક્રિનશૉટ પણ મૂક્યા છે.
સમીરની આ પોસ્ટને 10,000 જેટલી લાઈક મળી છે, જ્યારે ચાર હજાર લોકોએ તેને રિપોસ્ટ કરી છે.
આ પોસ્ટના જવાબમાં અનેક લોકો પ્રતિભાવ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ દેશમાં એવા ઘણા છે જેમને દેશની પ્રગતિ અને વિકાસ પસંદ નથી અને તેથી નવી વ્યવસ્થાઓને બદનામ કરવા આ રીતે અલગ અલગ જગ્યાએથી અને અલગ અલગ સમયે પરંતુ હકીકતે સામૂહિક હુમલા કરે છે.
કેટલાક નેટિઝન્સે કહ્યું કે, આવા લોકોને વાંધો ભાજપ અને નરેન્દ્ર મોદીની નેતાગીરી સામે હશે પરંતુ તેમની વિરુદ્ધ લખવાના પ્રયાસમાં હકીકતે તેઓ દેશને બદનામ કરી રહ્યા છે.
એક વ્યક્તિએ તો ત્યાં સુધી કહ્યું કે, આવા લોકો વિરુદ્ધ માસ રિપોર્ટિંગ થવું જોઈએ અને તેમના હેન્ડલ કાયમ માટે બ્લૉક કરી દેવા જોઈએ.


