1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પરથી હથિયારોનો જથ્થો ઝડપાયો, ચાર શંકાસ્પદની અટકાયત
બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પરથી હથિયારોનો જથ્થો ઝડપાયો, ચાર શંકાસ્પદની અટકાયત

બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પરથી હથિયારોનો જથ્થો ઝડપાયો, ચાર શંકાસ્પદની અટકાયત

0
Social Share

કોલકાતા, 24 જુલાઈ 2026: ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા નજીક ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સાહસિક અને સરાહનીય ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડે સરહદ પારથી થઈ રહેલી હથિયારોની ગેરકાયદેસર તસ્કરીના એક મોટા પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળોએ માછીમારી માટે વપરાતી એક શંકાસ્પદ બોટને ઝડપી પાડીને તેની અંદર ગુપ્ત રીતે છુપાવવામાં આવેલા હથિયારો અને જથ્થાબંધ ગોળા-બારૂદનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બોટ પર સવાર ચાર ભારતીય નાગરિકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જપ્ત કરાયેલા ઘાતક હથિયારો અને વિસ્ફોટકોને સમુદ્રી માર્ગે ગુપ્ત રીતે બાંગ્લાદેશ મોકલવાના હતા. દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ કાર્યવાહીને ખૂબ જ મોટી સફળતા માનવામાં આવી રહી છે.

કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન બુધવારે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી પાસેથી મળેલી ચોક્કસ અને વિશ્વસનીય બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. માહિતી મળતાની સાથે જ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખાની આસપાસના વિસ્તારોમાં કડક તપાસ અને નાકાબંધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સુંદરબન વન વિભાગ તેમજ અન્ય ગુપ્તચર એજન્સીઓ વચ્ચે ઉત્તમ પરસ્પર સમન્વય જોવા મળ્યો હતો. સંયુક્ત અભિયાન દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી હતી, ત્યારબાદ માછીમારીની શંકાસ્પદ બોટની ઓળખ કરીને તેને દરિયા વચ્ચે જ રોકી લેવામાં આવી હતી.

  • ચોક્કસ માહિતીના આઘારે કરાઈ કાર્યવાહી

પ્રાપ્ત માહિતી મુજબ, આ શંકાસ્પદ બોટ સવારે ઝરખાઈ ક્રિક પરથી રવાના થઈ હતી. ગુપ્ત માહિતીના આધારે કોસ્ટગાર્ડે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યારે આ બોટની વિસ્તૃત અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે તેની અંદર અત્યંત ચતુરાઈથી છુપાવવામાં આવેલા ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મળી આવ્યા હતા. સમયસર યોગ્ય પગલાં લેવાને કારણે હથિયારોને સીમા પાર પહોંચાડવાનો નાપાક મનસૂબો નિષ્ફળ ગયો હતો. બોટ પર હાજર ચાર શંકાસ્પદ ઈસમોને અટકાયતમાં લઈને આગળની કાયદેસરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશન સફળ બનાવવામાં ભારતીય કોસ્ટગાર્ડ, ગુપ્તચર એજન્સીઓ અને સુંદરબન વન વિભાગની ફિલ્ડ યુનિટો વચ્ચેનો તાલમેલ મુખ્ય કારણ રહ્યો હતો. તમામ પક્ષો દ્વારા સમયસર માહિતીનું આદાન-પ્રદાન કરવાના પરિણામે શંકાસ્પદ નાવને દરિયામાં જ દબોચી શકાઈ. સુરક્ષા એજન્સીઓએ પકડાયેલી નાવ, તેના ચારેય ચાલકો તેમજ જપ્ત કરાયેલા હથિયારો અને દારૂગોળાને આગળની કાયદાકીય કાર્યવાહી માટે સુંદરબન સ્થિત પશ્ચિમ બંગાળ મરીન પોલીસ સ્ટેશનને સુપ્રત કરી દીધા છે. હવે પોલીસ આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ હથિયારો કયા સ્ત્રોતમાંથી લાવવામાં આવ્યા હતા, તેને બાંગ્લાદેશ પહોંચાડવા માટે કોણે માસ્ટર પ્લાન બનાવ્યો હતો અને આ આખા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે કયા-કયા લોકો જોડાયેલા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code