Homeગુજરાતી'ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો બગાડવા નથી': તિસ્તા મુદ્દે બાંગ્લાદેશે પોતાનું વલણ બદલ્યું

‘ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો બગાડવા નથી’: તિસ્તા મુદ્દે બાંગ્લાદેશે પોતાનું વલણ બદલ્યું

ઢાકા, 18 ઓગસ્ટ 2026: બાંગ્લાદેશે તિસ્તા નદી અંગેનું પોતાનું વલણ બદલ્યું છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શાહિદુદ્દીન ચૌધરી એનીએ જણાવ્યું હતું કે, દેશ એવું નથી ઈચ્છતો કે તિસ્તા નદીના પાણીની વહેંચણી અંગેના ચાલુ વિવાદને કારણે ભારત સાથેના તેના સંબંધો પર અસર પડે.

ઢાકામાં યોજાયેલા એક સેમિનારમાં અનીએ કહ્યું કે બાંગ્લાદેશ ભારતને મિત્ર પાડોશી દેશ માને છે, પરંતુ તે ઈચ્છે છે કે ભારત પોતાના હિતો સાધવાની સાથે બાંગ્લાદેશના હિતોનું પણ ધ્યાન રાખે.

શાહિદુદ્દીન ચૌધરીએ શું કહ્યું?

તેમણે કહ્યું કે પાડોશી દેશ એક મિત્ર રાષ્ટ્ર છે. તેમણે એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ભલે તેમના પોતાના હિતો હોય, પરંતુ આપણા પણ હિતો છે. એક મિત્રએ બીજા મિત્રના હિતોનું રક્ષણ કરવું જોઈએ. આપણે ક્યારેય નથી ઈચ્છતા કે તેમની સાથેના આપણા મૈત્રીપૂર્ણ સંબંધો બગડે.

આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે બાંગ્લાદેશની નવી સરકાર તિસ્તા વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

તીસ્તા નદી પર ચાલું છે વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ

બાંગ્લાદેશ તિસ્તા નદીના વ્યાપક વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન માટેની એક મોટી યોજના પર પણ કામ કરી રહ્યું છે, જેના માટે ચીન સહાયની ઓફર કરી રહ્યું છે.

આ પ્રસ્તાવિત પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તર બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂર, નદીના કિનારાનું ધોવાણ અને સૂકી ઋતુ દરમિયાન પાણીની અછત જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. તિસ્તા નદી કૃષિ અને આજીવિકા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ઉત્તરીય બાંગ્લાદેશના જિલ્લાઓમાં છે આશા

અનીએ કહ્યું કે નદીના ધોવાણ અને નદીને લગતી અન્ય સમસ્યાઓનો સામનો કર્યા બાદ, ઉત્તર બાંગ્લાદેશના પાંચ કે છ જિલ્લાઓને આ પ્રોજેક્ટથી ઘણી આશાઓ છે.

તેમણે કહ્યું કે જો આપણે આનો અમલ કરવામાં નિષ્ફળ જઈશું, તો તે વિસ્તારોમાં પરિવારોએ વેઠવું પડતું નુકસાન અને સમસ્યાઓ વધતી જ રહેશે. આપણે ગમે તે ભોગે આ પડકારને પાર કરવો જ પડશે.

નદી અંગેના કરારની માંગણી કરતા તેમણે જણાવ્યું હતું કે, તેને ભલે ‘તીસ્તા સંધિ’ કહેવામાં આવે કે ‘તીસ્તા માસ્ટર પ્લાન’  અથવા આ પ્રોજેક્ટના અમલીકરણ માટે જે કંઈ પણ જરૂરી હોય અમે તેના અમલીકરણની દિશામાં આગળ વધીશું.

વધુ વાંચો: આંધ્રપ્રદેશના 8 માછીમારોને લઈ જતી હોડી દરિયામાં ગુમ, 4 દિવસથી કોઈ પત્તો મળ્યો નથી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular