નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરની ઉપસ્થિતિમાં ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને બેલ્જિયમ વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારનું આદાનપ્રદાન થયું હતું. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ ભારત-બેલ્જિયમના ઐતિહાસિક સંબંધો, રક્ષા અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે વધતા સહયોગ તેમજ વૈશ્વિક પરિસ્થિતિઓ પર વિશેષ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ બેલ્જિયમના પીએમ બાર્ટ ડી વેવરનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે, પરંતુ તેમનો ભારત સાથેનો નાતો ખૂબ જૂનો છે. બાર્ટ ડી વેવર લાંબા સમય સુધી એન્ટવર્પના મેયર રહ્યા છે અને તેમણે ત્યાં વસતા વિશાળ ભારતીય સમુદાય તેમજ ભારત અને બેલ્જિયમ વચ્ચેના હીરા વ્યવસાયને હંમેશાં મોટું સમર્થન આપ્યું છે.
પીએમ મોદીએ બંને દેશોના સંબંધોની ગાઢ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં હજાર ભારતીય સૈનિકોએ દાખવેલું શૌર્ય અને આપેલું બલિદાન બંને રાષ્ટ્રોની સાઝી સ્મૃતિનો અવિભાજ્ય હિસ્સો છે. તેમણે ઉમેર્યું કે વર્તમાન સમયમાં લોકતાંત્રિક મૂલ્યો, બજાર આધારિત અર્થવ્યવસ્થા અને મજબૂત જન-થી-જન સંબંધો ભારત અને બેલ્જિયમને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે. પીએમ મોદીએ દશકા અગાઉની પોતાની બેલ્જિયમ મુલાકાતને યાદ કરી છેલ્લા દસ વર્ષમાં બંને દેશોની ભાગીદારીએ હાંસલ કરેલી અભૂતપૂર્વ પ્રગતિને બિરદાવી હતી.


