Homeગુજરાતીદેશ-વિદેશફિલિપાઈન્સની હાઈસ્કૂલમાં ફાયરિંગની ઘટના, શૂટર સહિત ત્રણના મોત અને 8 ઘાયલ

ફિલિપાઈન્સની હાઈસ્કૂલમાં ફાયરિંગની ઘટના, શૂટર સહિત ત્રણના મોત અને 8 ઘાયલ

મનિલા, 18 સપ્ટેમ્બર 2026: દક્ષિણ ફિલિપાઇન્સની એક હાઇસ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં શૂટર સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂન મહિનાથી દેશના દક્ષિણ ભાગમાં ગોળીબારની આ પ્રકારની આ ત્રીજી ઘટના છે, અગાઉ ફિલિપાઇન્સની શાળાઓમાં આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળતી હતી.

હુમલાખોર સહિત ત્રણ લોકોના મોત

સાઉથ કોટાબાટોના બાંગા શહેરના મેયર આલ્બર્ટ પેલેન્સિયાએ આ ઘટના વિશે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. આ દરમિયાન, ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે.” અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોની ઉંમર 14 થી 17 વર્ષની વચ્ચે છે.

ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો

રોઇટર્સના અહેવાલ મુજબ, પેલેન્સિયાએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના મિત્રો સાથે બેઠો હતો અને તેણે તેમને ઘરે જવાનું કહ્યું હતું. હુમલાખોરે તેના મિત્રોને કહ્યું, “હું બપોરના ભોજન પછી મારી યોજનાને અંજામ આપીશ.” તેના મિત્રો આ વાત પર હસી પડ્યા હતા, કારણ કે તે શૂટર ખૂબ જ રમુજી સ્વભાવનો હતો. આ ઘટના વિશે વધુ વિગતો આપતાં પેલેન્સિયાએ કહ્યું, “બપોરના ભોજન બાદ, શૂટરે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો અને 10 વિદ્યાર્થીઓને ગોળી માર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી.”

વધુ વાંચો: ભારત-ભૂટાન બેઠકમાં દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ પર થયું મંથન

વાલીઓને ગવર્નરની અપીલ

ફિલિપાઇન્સમાં બંદૂક માલિકીના નિયમો ખૂબ કડક છે, જેમાં પૃષ્ઠભૂમિ તપાસ અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન માટેની આવશ્યકતાઓનો સમાવેશ થાય છે, જોકે ગેરકાયદેસર શસ્ત્રો ચલણમાં રહે છે. દક્ષિણ કોટાબાટોના ગવર્નર રેનાલ્ડો તામાયોએ માતાપિતાને અપીલ કરી હતી કે તેઓ ખાતરી કરે કે બંદૂકો સગીરોની પહોંચથી દૂર રાખવામાં આવે.

તામાયોએ જણાવ્યું હતું કે, “શસ્ત્રો રાખવા બાબતે આપણે જવાબદાર બનવાની જરૂર છે. ખાસ કરીને બંદૂક ધારકોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સગીરોની તેના સુધી પહોંચ ન હોય.” ફિલિપાઇન્સના નાગરિકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું, “હજારો વિદ્યાર્થીઓ પર નજર રાખવાની અપેક્ષા આપણે માત્ર મુઠ્ઠીભર સુરક્ષાકર્મીઓ પાસેથી ન રાખી શકીએ. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે, કારણ કે તેમ કરવામાં નિષ્ફળ જઈશું તો આ સમસ્યાનો સામનો કરવો આપણા માટે મુશ્કેલ બની જશે.”

વધુ વાંચો: સેમિકન્ડક્ટર ક્ષેત્રને રાષ્ટ્રીય ક્ષમતા અને પ્રતિષ્ઠા સાથે જોડ્યું: વિક્રમ મિસરી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular