Homeગુજરાતીદેશ-વિદેશવૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રનો ડંકો: મૂડીઝે GDP ગ્રોથનો અંદાજ વધારીને 7...

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રનો ડંકો: મૂડીઝે GDP ગ્રોથનો અંદાજ વધારીને 7 ટકા કર્યો

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2026: ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલી વિવિધ આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. દિગ્ગજ ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો રિયલ જીડીપી ગ્રોથ અંદાજ 6 ટકાથી વધારીને સીધો 7 ટકા કરવામાં આવ્યો છે. મૂડીઝે સ્પષ્ટ માન્યું છે કે ભારતીય અર્થ વ્યવસ્થા વૈશ્વિક ઝાટકાઓને સહન કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. અહેવાલ અનુસાર, વર્ષ 2026 ના પ્રથમ છ મહિનામાં ભારતનો રિયલ જીડીપી ગ્રોથ 8.2 ટકા નોંધાયો છે, જ્યારે વર્ષ 2025 ના આખા વર્ષ દરમિયાન આ આંકડો 7.3 ટકા રહ્યો હતો. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સીએ પોતાના અંદાજમાં આ મોટો વધારો કર્યો છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે વિશ્વભરની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે, પરંતુ ભારત પર તેની બહુ મોટી અસર જોવા મળી નથી. મૂડીઝના જણાવ્યા મુજબ, દેશમાં ખાનગી વપરાશ અને ઘરઆંગણે માંગમાં ભારે વધારો થયો છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સતત કરવામાં આવી રહેલું મૂડીરોકાણ, પ્રાઈવેટ સેક્ટરનું પુનરાગમન અને સર્વિસ સેક્ટરની મજબૂતી ભારત માટે રક્ષણ કવચ સાબિત થયા છે.

  • IMF, S&P અને RBI ના અંદાજને પણ પાછળ છોડ્યો

મૂડીઝનો આ નવો અંદાજ અન્ય તમામ અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ કરતાં ઘણો ઊંચો છે.

IMF (ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ): જુલાઈના અહેવાલમાં FY27 માટે 6.4 % નો અંદાજ મૂક્યો હતો. (મૂડીઝનો અંદાજ 0.6 % વધુ છે)
S&P ગ્લોબલ રેટિંગ્સ: જૂન મહિનામાં 6.6 % વિકાસ દરનો અંદાજ આપ્યો હતો. (મૂડીઝનો અંદાજ 0.4 % વધુ છે)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા : જીડીપી ગ્રોથ અંદાજ 6.9 % થી ઘટાડીને 6.6 % કર્યો હતો. (મૂડીઝનો અંદાજ 0.4 % વધુ છે)

  • સરકારી નીતિઓ અને મજબૂત રેટિંગ

ભારત સરકાર દ્વારા પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ અને પીએમ ગતિ શક્તિ યોજના જેવી નીતિઓથી મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે મોટો સુધારો થયો છે. ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના નિયમો સરળ બનવાથી વિદેશી કંપનીઓ માટે પણ ભારત હોટ ફેવરિટ બન્યું છે. મૂડીઝે ભારતનું બાહ્ય દેવું નિયંત્રણમાં હોવાનું જણાવીને ભારત માટે Baa3 લોંગ-ટર્મ રેટિંગ ‘સ્ટેબલ આઉટલુક’ સાથે બહાલ રાખ્યું છે. પ્રચૂર માત્રામાં રહેલું ફોરેક્સ રિઝર્વ અને કર વસુલાતમાં થયેલો સુધારો ભારતની નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular