- પ્રિયંકા કક્કડ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય શ્યામ સુંદર શર્મા અને પત્રકાર રજત રાકેશ ટંડને પણ કોંગ્રેસનો ખેસ પહેર્યો
નવી દિલ્હી, 3 ઑક્ટોબર, 2026 – Several leaders joined the Congress એક મોટા રાજકીય ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા અને સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પ્રિયંકા કક્કડ, ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય શ્યામ સુંદર શર્મા તથા વરિષ્ઠ પત્રકાર રજત રાકેશ ટંડન શનિવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયાં છે.
કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધિકૃત ‘X’ હેન્ડલ પર આ જોડાણની જાહેરાત કરતા લખ્યું, “કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રિયંકા કક્કડ કોંગ્રેસમાં જોડાયા. તેમની સાથે રજત રાકેશ ટંડન અને પૂર્વ ધારાસભ્ય શ્યામ સુંદર શર્માએ પણ કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું. આપ સૌનું સ્વાગત છે અને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ.”
I am joining the Congress party today with immense pride because I want back the Delhi I grew up in. I want the green, clean, progressive and safe Delhi that was such an important part of my growing-up years.
After more than a decade of experience in Indian politics, I truly… pic.twitter.com/cGVOflHbpc
— Congress (@INCIndia) October 3, 2026
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રભારી સૈયદ નાસીર હુસેને ઔપચારિક રીતે ત્રણેય નેતાઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસે અન્ય એક પોસ્ટ દ્વારા નવા સભ્યોનો પરિચય આપતાં જણાવ્યું: “આજે લદ્દાખથી લઈને કન્યાકુમારી સુધી દેશની જનતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. અમે ખુલ્લા દિલથી સૌનું સ્વાગત કરીએ છીએ.”
કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રિયંકા કક્કડે જણાવ્યું, “હું આજે અત્યંત ગૌરવ સાથે કોંગ્રેસમાં જોડાઈ રહી છું કારણ કે હું એ જ દિલ્હી પાછી ઈચ્છું છું જેમાં હું મોટી થઈ છું. એક હરિયાળી, સ્વચ્છ, પ્રગતિશીલ અને સુરક્ષિત દિલ્હી. ભારતીય રાજકારણમાં એક દાયકાથી વધુના અનુભવ પછી મારો આ દ્રઢ વિશ્વાસ છે કે માત્ર કોંગ્રેસ જ આવું કરી શકે છે. જો દેશમાં કોઈ પ્રામાણિક અને સંઘર્ષશીલ નેતા હોય, તો તે રાહુલ ગાંધી છે.”
મેં આમ આદમી પાર્ટી છોડી દીધી, કારણ કે આ એ જ પાર્ટી છે જેણે જનતાને કહ્યું હતું- અમે બંગલો કે ગાડી નહીં લઈએ… પરંતુ બાદમાં ખાનગી પ્રવાસ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર વપરાવા લાગ્યા.
રાહુલ ગાંધી જી આજે ‘વોટ ચોરી’ સામે લડી રહ્યા છે. તેમણે આપણને સૌને બતાવ્યું કે જનતાનો મત ચોરાઈ રહ્યો છે. તેમણે જનતાને બતાવ્યું કે જ્ઞાનેશ કુમાર ‘વોટ ચોરી’ કરીને નરેન્દ્ર મોદીના ખોળામાં નાખી રહ્યા છે.
આજે આ તકે હું એ તમામ નેતાઓનો આભાર માનું છું, જેમણે મને તેમના પરિવારનો ભાગ બનાવી, તેમ પ્રિયંકા કક્કડે કોંગ્રેસમાં જોડાયા પછી કહ્યું હતું.


