Homerevoinewsદસ વર્ષની બહેને આઠ વર્ષના ભાઈ પાસેથી મોબાઈલ લઈ લીધો, તો ભાઈએ...

દસ વર્ષની બહેને આઠ વર્ષના ભાઈ પાસેથી મોબાઈલ લઈ લીધો, તો ભાઈએ ગળાફાંસો ખાઈ લીધો

લખનઉ, 6 ઑક્ટોબર, 2026 – eight-year-old hanged himself ઉત્તરપ્રદેશમાં એક આઘાતજનક કિસ્સો બન્યો છે. નાની ઉંમરના બે ભાઈ-બહેન વચ્ચે મોબાઈલ માટે બોલાચાલી થઈ અને નાના ભાઈને લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઈ લીધો.

મીડિયા અહેવાલ અનુસાર, જે ઘરમાં થોડી વાર પહેલાં સુધી ભાઈ-બહેન વચ્ચે મોબાઈલ પર રીલ જોવા અંગે હાસ્ય-મજાક કરતાં હતાં અને થોડીવાર પછી બંને વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. આટલી નાની વાતનો કરુણ અંજામ આવ્યો. 8 વર્ષનો બાળક પોતાની મોટી બહેનથી મોબાઈલ બાબતે નારાજ થયો અને રૂમમાં જતો રહ્યો. કોઈએ વિચાર્યું ન હતું કે આ તેના જીવનનો છેલ્લો દિવસ બની જશે. જ્યારે ઘરના લોકોને બાબતની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ.

આ પણ વાંચોઃ ચીન સાથે તણાવ વચ્ચે ફિલિપાઇન્સ ભારત પાસેથી વધુ 5 બ્રહ્મોસ સિસ્ટમ અને 60 મિસાઇલો ખરીદશે

આ ઘટના ઉત્તરપ્રદેશમાં જૌલોનના ડુંગરપુરવા ગામ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના જૌલોનના કુઠૌંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગરપુરવા ગામની છે. 8 વર્ષનો રિતિક ઘરે પોતાની બહેન સાથે મોબાઈલ પર રીલ જોઈ રહ્યો હતો. આ દરમિયાન તેની મોટી બહેને ફોન છીનવી લીધો તો બાળક નારાજ થઈ ગયો.

જે સમયે આ ઘટના બની તે સમયે બાળકનાં માતા-પિતા ઘરે ન હતાં. જ્યારે તેમને માહિતી મળી ત્યારે આઘાતનો પાર ન રહ્યો. સાથે આખા ગામમાં પણ સન્નાટો છવાયેલો છે.

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળની તપાસ કરી મૃતદેહ કબ્જે લીધો અને પંચનામું ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસ સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા એકત્ર કર્યા. સીઓ અજય કુમારે જણાવ્યું કે 3 નવેમ્બરે ડુંગરપુરવા ગામમાં એક બાળક દ્વારા આપઘાત કરી લેવાની માહિતી મળી હતી.

માહિતી મળી કે આઠ વર્ષનો બાળકને પોતાની દોઢ વર્ષ મોટી બહેન સાથે મોબાઈલના ઉપયોગને લઈને વિવાદ થયો હતો. તે સમયે બાળકનાં માતા-પિતા ઘરે ન હતાં. બંને બાળકો વચ્ચે ઝઘડો થયો. આ પછી આઠ વર્ષનો બાળક રૂમમાં ગયો અને ફાંસી લગાવી લીધી. પરિવારજનોએ જણાવ્યું છે કે મોબાઈલ બાબતે ભાઈ-બહેનમાં ઝઘડો થયો હતો.

આ પણ વાંચોઃ રામાયણ રિવ્યૂ: વાલ્મીકિના મહાકાવ્યનું માર્ક્સવાદી વ્હાઇટવોશિંગ અને ભાવવિહીન ફિલ્મ

સીઓનું કહેવું છે કે આ ઘટના જોઈને લાગે છે કે નાના બાળકોમાં મોબાઈલને લઈને કેવી માનસિકતા વિકસી રહી છે. કેવા સંજોગોમાં બાળકો આ પ્રકારની ઘટનાનો ભોગ બને છે. આ માટે તમામ વાલીઓએ ધ્યાન આપવું પડશે કે બાળકોને મોબાઈલનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવા દેવો. આ બાબતે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.

બાળકો પાસેથી મોબાઈલ લેવા માટે અચાનક ધમકાવવા કે ઝઘડો કરવાને બદલે તેમને પ્રેમથી સમજાવવું વધારે સારું છે. સાથે જ, જો બાળક કોઈ બાબતે ખૂબ પરેશાન, ગુસ્સામાં કે એકલું દેખાય તો તેની વાત સાંભળવી અને તેને વિશ્વાસમાં લઈ વાત કરવી જરૂરી છે. ડુંગરપુરવા ગામમાં આઠ વર્ષના બાળકના નિધનથી આખું ગામ શોકગ્રસ્ત થઈ ગયું છે. પરિવાર માટે આ એવો આઘાત છે જેની ભરપાઈ થઈ શકે તેમ નથી. બીજી તરફ, આ ઘટનાથી દરેક ઘરમાં એ સવાલ ચોક્કસ ઊભો થાય છે કે બાળકોના હાથમાં મોબાઈલ આપવાની સાથે-સાથે તેમના મનની વાત સાંભળવા અને સમજવા માટે પણ આપણે કેટલો સમય ફાળવવો જોઈએ.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img