- મેરઠના મવાનામાં સાડીના શોરૂમની બહાર લટકાવેલા દુપટ્ટામાં મુસ્લિમ સગીરે લાઇટર વડે આગ ચાંપી; મોટી દુર્ઘટના ટળી
મેરઠ, 14 નવેમ્બર, 2026: a Madrasa teenage set fire to clothes ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના મવાના વિસ્તારમાં આવેલા એક સાડીના શોરૂમની બહાર એક મુસ્લિમ સગીર દ્વારા લાઇટર વડે કપડાંમાં આગ લગાડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, આસપાસના લોકો અને દુકાનના સ્ટાફની સતર્કતાને કારણે આગ દુકાનની અંદર પ્રસરે તે પહેલાં જ ઓલવી દેવામાં આવી હતી, જેથી ભીડભાડવાળા બજારમાં મોટી હોનારત ટળી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના 12 નવેમ્બર, 2026 ના રોજ બપોરે 1:15 વાગ્યાની આસપાસ મવાના વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલા ‘કૃષ્ણા સાડી શોરૂમ’ની બહાર બની હતી. શોરૂમની બહાર પ્રદર્શન માટે લટકાવેલા દુપટ્ટામાં એક મુસ્લિમ કિશોરે લાઇટર વડે આગ ચાંપી દીધી હતી. સમગ્ર ઘટના દુકાનની સામે લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં મુસ્લિમ સગીર કપડાંને આગ લગાડીને ત્યાંથી ચાલ્યો જતો જોવા મળ્યો હતો.
In a shocking case of hate crime, a 15-year-old madrassa student set on fire a Hindu-owned shop. While casually passing by, he burnt a dupatta with his lighter, causing the fire
The culprit belongs to a community officially classified as a “minority” – a category entitled to special privileges, govt schemes and laws designed to protect it from “Hindu majority”
— Swati Goel Sharma (@swati_gs) November 13, 2026
આગ લાગતા જ દુકાનદારો અને સ્થાનિક રાહદારીઓએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક સળગતા કપડાંને નીચે ખેંચી લીધા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ ઓલવવાની કામગીરી દરમિયાન એક વ્યક્તિના હાથમાં સામાન્ય દાઝી જવાથી નાની ઈજા પહોંચી હતી, જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ઘટના અંગે શોરૂમના માલિક અજય કુમાર શર્માએ મવાના પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરીને મવાનામાં ઇસ્લામિયા મદરેસા પાસેથી સગીરની અટકાયત કરી છે. પોલીસે આ મામલે એફઆઈઆર (FIR) દાખલ કરીને સગીરે કયા કારણોસર આ કૃત્ય આચર્યું તે જાણવા માટે વધુ પૂછપરછ હાથ ધરી છે.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








