Homerevoinewsભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • નવા વર્ષમાં સંગઠન અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત રહેવા ભાજપા કાર્યકર્તાઓને તમામ સિનિયર અગ્રણીઓનું આહ્વાન

ગાંધીનગર, 17 નવેમ્બર, 2026  A New Year get-together event was held at the BJP state office – ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે ગઈકાલે સોમવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારીશ્રી તરુણ ચૂઘજી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સૌ આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ પરસ્પર નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

New Year Get-Together Event Held at BJP State Office ‘Shri Kamalam’, Koba
New Year Get-Together Event Held at BJP State Office ‘Shri Kamalam’, Koba

આ સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, ભાજપાના રાષ્ટ્રીય મંત્રીશ્રી રોહનભાઈ ગુપ્તા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી અનિરૂદ્ધભાઇ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, પક્ષના વરિષ્ઠ આગેવાનો, અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ PDEUમાં શા માટે ગુજરાતી પ્રાધ્યાપકોને સ્થાન આપવામાં નથી આવતું?

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રજાજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, તે સ્નેહ અને વિશ્વાસને વધુ મજબૂત બનાવવા આપણે સૌએ નવા વર્ષે સંકલ્પબદ્ધ થઈ કાર્ય કરવાનું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 50 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, તે મોટી ઉપલબ્ધિ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઘડેલી દરેક સરકારી યોજનાના કેન્દ્રમાં સામાન્ય વ્યક્તિને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. આ યોજનાઓનો લાભ કાર્યકર્તાઓએ ઘરે-ઘરે પહોંચાડ્યો છે, જેના પરિણામે સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.

New Year Get-Together Event Held at BJP State Office ‘Shri Kamalam’, Koba
New Year Get-Together Event Held at BJP State Office ‘Shri Kamalam’, Koba

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો કાર્યમંત્ર રહ્યો છે. આ જ મંત્રને આત્મસાત કરીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ વિકસિત ગુજરાતના નિર્માણ માટે નવા વર્ષમાં સૌ કાર્યકર્તાઓએ વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે પ્રયાસ કરવાનો છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં ધર્માંતર અને ગુજરાતીઓ સાથે ભેદભાવના ગંભીર આક્ષેપ

પ્રદેશ પ્રભારીશ્રી તરુણ ચૂઘજીએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દિવાળી એટલે દીવાઓનો ઉત્સવ અને અંધકાર સામે પ્રકાશ પાથરવાનો અવસર. આપણે સૌ એવા યુગમાં કાર્ય કરી રહ્યા છીએ જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા યુગપુરુષ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાતના કાર્યકર્તાઓ વિશેષ સૌભાગ્યશાળી છે કે તેમને રાજ્યના મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રી તરીકે પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વનો સ્નેહ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશભરમાં કરોડો ગરીબોના જીવનમાંથી અંધકાર દૂર કરી વિકાસની રોશની પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય થયું છે. આજે ગર્વ સાથે કહી શકીએ કે 50 કરોડથી વધુ ગરીબો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે અને તેમના ઘરોમાં દિવાળીની રોશની ઝળહળી છે. દેશના 4 કરોડ ગરીબ પરિવારોને પાકાં આવાસ મળ્યાં છે, 19 કરોડ ઘરો સુધી પીવાનું પાણી પહોંચ્યું છે અને ગરીબ પરિવારોને રસોઈ ગેસ તથા શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચે તે માટે જે ચિંતા અને પ્રયાસો કર્યા હતા, તેનું પરિણામ આજે દેશના કરોડો પરિવારો સુધી પહોંચી રહ્યું છે. આ જ સાચી દિવાળી છે, જ્યારે ગરીબના ઘરમાં વિકાસનો દીવો પ્રગટે છે. વધુ 3 કરોડ ગરીબ પરિવારોને આવાસ આપવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર છે અને 7.8 ટકાના વિકાસ દર સાથે પ્રગતિ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ એવા પ્રયાસો કરવા જોઈએ કે દેશના સામાન્ય અને ગરીબ પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે.

આ પણ વાંચોઃ 17 નવેમ્બરની રાત્રે આકાશ તરફ પ્રકાશ ફેંકવાનું ભૂલતા નહીં, જાણો શું મહત્ત્વ છે?

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આ વર્ષ આપણા સૌ માટે વિશિષ્ટ છે, કારણ કે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થયાં છે. દેશભરના ભાજપાના કાર્યકર્તાઓએ ‘સેવા સંકલ્પ’ના આ 25 વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરી છે. ભાજપાનો કાર્યકર્તા વિશિષ્ટ છે, કારણ કે તે સતત પ્રજાની વચ્ચે રહીને સામાન્ય પરિવારના જીવનમાં વિકાસના દીવા પ્રગટાવવાનું કાર્ય કરે છે. કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 22 નવેમ્બરના રોજ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવશે. આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રભારીશ્રી તરુણ ચૂઘજીએ ઉપસ્થિત રહીને સૌને શુભકામનાઓ પાઠવી છે, ત્યારે આ જ રીતે રાજ્યભરમાં પેજ સમિતિના સભ્યોથી લઈને પક્ષના સમર્થકો, શ્રેષ્ઠીઓ અને સામાજિક આગેવાનો સહિત સૌની સાથે સ્નેહ અને આત્મીયતા સાથે મળવાનો અવસર છે. નવા વર્ષમાં સંગઠન અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે તેમણે સૌ કાર્યકર્તાઓને ફરી એકવાર નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img