- GeM દ્વારા આદિવાસી વ્યવસાયો માટે ઓનબોર્ડિંગ, ક્ષમતા નિર્માણ અને બજાર સુલભતાને મજબૂત કરવા ભાગીદારી
નવી દિલ્હી, 21 નવેમ્બર, 2026 – procurement opportunities for tribal entrepreneurs રાષ્ટ્રીય જાહેર ખરીદી પોર્ટલ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ સરકારી ખરીદીમાં આદિવાસી ઉદ્યોગસાહસિકો અને સાહસોની ભાગીદારીને મજબૂત કરવા માટે 20 નવેમ્બર 2026ના રોજ ટ્રાઇબલ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (TICCI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગનો ઉદ્દેશ્ય લક્ષિત આઉટરીચ, ક્ષમતા નિર્માણ, ઓનબોર્ડિંગ સહાય અને સતત માર્ગદર્શન (હેન્ડહોલ્ડિંગ) સમર્થન દ્વારા આદિવાસી વ્યવસાયોને જાહેર ખરીદીની તકો સાથે જોડવાનો છે.
GeM દ્વારા જાહેર ખરીદીમાં આદિવાસી ઉદ્યોગસાહસિકોની જાગૃતિ, ક્ષમતા નિર્માણ અને વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવાની ભાગીદારીને ઔપચારિક બનાવતા, GeMના એડિશનલ CEO શ્રી અજીત બી. ચવ્હાણ અને TICCIના સ્થાપક અને અધ્યક્ષ શ્રી સુધાકર ધારાવથ દ્વારા આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ કર્યો, જુઓ VIDEO
આ સહયોગ વિશે બોલતા, GeMના CEO શ્રી મિહિર કુમારે જણાવ્યું હતું કે, “TICCI સાથેની આ ભાગીદારી આદિવાસી ઉદ્યોગસાહસિકો માટે જાહેર ખરીદીની તકો વિસ્તૃત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. અમારો ઉદ્દેશ્ય તેમની જાગૃતિને મજબૂત કરવાનો, ક્ષમતાઓ વિકસાવવાનો અને GeM પર વધુ સમાવેશને સક્ષમ બનાવવાનો તથા GeMની પારદર્શક અને સમાવિષ્ટ ખરીદી ઇકોસિસ્ટમમાં તેમની ભાગીદારીને વધુ બહેતર બનાવવાનો છે.”
આ MoU હેઠળ, TICCI આદિવાસી ઉદ્યોગસાહસિકોની ઓળખ કરશે અને તેમને એકત્ર કરશે, પ્રાદેશિક અને રાષ્ટ્રીય આઉટરીચ કાર્યક્રમોની સુવિધા આપશે, ક્ષેત્રીય-સ્તરનું સમર્થન પૂરું પાડશે અને પ્રશિક્ષકો અને માર્ગદર્શકોનું નેટવર્ક વિકસાવશે. GeM તાલીમ સંસાધનો, ઓનબોર્ડિંગ સુવિધા, ક્ષમતા-નિર્માણ પહેલ અને યોગ્ય સમસ્યા-નિવારણ તંત્ર દ્વારા આ પ્રયાસોને સમર્થન આપશે. બંને સંસ્થાઓ ભાગીદારી સુધારવા માટે કાર્ય યોજનાઓ વિકસાવવા, પ્રગતિનું નિરીક્ષણ કરવા અને ઉદ્યોગસાહસિકોના પ્રતિભાવોનો સમાવેશ કરવા માટે પણ સાથે મળીને કામ કરશે.
આ પણ વાંચોઃ ફૂગ જેવો નાનકડો જીવ અવકાશ વિજ્ઞાનીઓને કિરણોત્સર્ગથી બચાવશે
MoU પર હસ્તાક્ષર કરતી વખતે શ્રી અજીત બી. ચવ્હાણે જણાવ્યું હતું કે, “આ ભાગીદારી કેન્દ્રિત આઉટરીચ, તાલીમ અને હેન્ડહોલ્ડિંગ દ્વારા GeM ને આદિવાસી ઉદ્યોગસાહસિકોની વધુ નજીક લઈ જવામાં મદદ કરશે, જેનાથી સરકારી ખરીદીની તકોની વધુ સુલભતા સક્ષમ બનશે.”
આ સહયોગ વિવિધ પૃષ્ઠભૂમિના સાહસોને રાષ્ટ્રીય ખરીદી ઇકોસિસ્ટમમાં ભાગ લેવા અને વ્યવસાય વૃદ્ધિ માટેની તકો મેળવવા સક્ષમ બનાવીને જાહેર ખરીદીને વધુ સમાવિષ્ટ બનાવવાની GeM ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








