ગાંધીનગર, 21 નવેમ્બર, 2026 – BJP all 182 assembly constituencies of Gujarat ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે ૨૨ નવેમ્બર, ૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે ‘નૂતનવર્ષ સ્નેહમિલન સમારંભ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્નેહમિલન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચૂઘ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરીને રાજ્યભરની તમામ ૧૮૨ વિધાનસભાના ભાજપા કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવશે.
આ પણ વાંચોઃ મતદાર યાદીમાં નામ સામેલ ન હોય તેવા મતદારો ફોર્મ-૬ ભરીને નામ દાખલ કરાવી શકશે
આ વર્ષનો નૂતનવર્ષ વિશેષ ગૌરવ અને આનંદનો અવસર પણ છે, કારણ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનનાં ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થયાં છે. તેમના સક્ષમ નેતૃત્વ અને જનકલ્યાણલક્ષી કાર્યોના પરિણામે દેશના લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. વિકાસ, સુશાસન અને જનસેવાના મંત્ર સાથે દેશની પ્રગતિની નવી દિશા કંડારાઈ છે અને કરોડો નાગરિકોના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે તેમના જીવનમાં ખુશીના દીપ પ્રજ્વલિત થયા છે. આ ગૌરવપૂર્ણ અવસરને પણ નૂતનવર્ષના સ્નેહમિલન સમારોહમાં યાદ કરીને સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ દૃઢ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ કર્યો, જુઓ VIDEO
આ વિધાનસભા સ્નેહમિલન સમારંભમાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, સહિત ભાજપાના આગેવાનો અને અગ્રણીઓ પોતપોતાના મતવિસ્તારમાં આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








