સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની સક્રિય મદદથી મળ્યું નવજીવન
પ્રાંતિજ, 18 સપ્ટેમ્બર, 2026 – A poor family received a new lease of life સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુર ગામના વતની શ્રી વિજયસિંહ પોપટસિંહ મકવાણા કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેઓ હાલ અમદાવાદ ખાતે SMT. G.R. DOSHI & SMT. K.M. MEHTA INSTITUTE OF KIDNEY DISEASES & RESEARCH CENTRE (IKDRC) & DR. H.L. TRIVEDI INSTITUTE OF TRANSPLANTATION SCIENCES (ITS) હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તબીબોએ દર્દીને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી, જે માટે હોસ્પિટલ દ્વારા ₹૧૭ લાખનું એસ્ટીમેટ આપવામાં આવ્યું હતું. તે પૈકી ₹૧૦ લાખનો ખર્ચ ‘પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના’ હેઠળ આવરી લેવાયો હતો, પરંતુ બાકી રહેતા ₹૭ લાખ જેટલી રકમની વ્યવસ્થા કરવી પરિવાર માટે આર્થિક રીતે અશક્ય હતી.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં વિજયસિંહના પરિવારે સાબરકાંઠા-અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાનો સંપર્ક સાધી સહાય માટે વિનંતી કરી હતી.

સાંસદશ્રીએ ગરીબ દર્દીની પરિસ્થિતિને ધ્યાને રાખી દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તાકીદે પત્ર લખી ‘પ્રધાનમંત્રી રાહત ફંડ’ (PMNRF)માંથી આર્થિક સહાય મંજૂર કરવા ભલામણ કરી હતી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી ₹૩ લાખની સહાય મંજૂર થઈ ગઈ છે.
હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિજયસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન ગઈકાલે ૧૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે થયું છે, જેમાં દર્દીના પૂજ્ય માતૃશ્રી પોતાની કિડનીનું દાન આપી પુત્રને નવજીવન અર્પણ કર્યું છે.
ગરીબ પરિવાર યોગ્ય સમયે આર્થિક સહાય મંજૂર થતાં દર્દી વિજયસિંહ તેમજ તેમના સમગ્ર પરિવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.


